Vijay Suvada: ગુજરાતી લોકગાયક વિજય સુવાળા પર હુમલાના પ્રયાસની ઘટના સામે આવી છે. જેથી આ ઘટના હાલ રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. આ હુમલાનો પ્રયાસ કોણે કર્યો તેને લઈને હજુ કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ વિજય સુવાળા પર હુમલો કરનારા લોકોએ કહ્યું હતું કે અમારો પ્રોગ્રામ કેમ નથી કરતો. તેવું બોલીને વિજય સુવાળા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર ઈનોવા કારમાં કેટલાક શખ્સો આવ્યા હતા. જેમાં તેમણે વિજય સુવાળાની કાર આંતરીને તેને રોક્યો હતો. બાદમાં તે લોકોએ તેના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી આ ઘટના હાલ ચર્ચાનો મુદ્દો બની છે. સમગ્ર મામલે વિજય સુવાળા દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.