Ahmedabad to Gandhinagar Metro Phase 2: અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે સારા સમાચાર છે. ગુજરાત અને ભારત સરકારના પ્રયાસોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ રૂટ Ahmedabad અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે GNLU, PDEU, GIFT City, Raison, Randeson, Dholakua સર્કલ, Infocity અને Sector 1 વિસ્તારને આવરી લે છે.

મોટેરાથી ગાંધીનગર સુધીની કનેક્ટિવિટી
મેટ્રોનો બીજો તબક્કો મોટેરાથી ગાંધીનગર સુધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. બીજા તબક્કાનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. આ તબક્કો 21 કિલોમીટરનો છે, જેમાં શરૂઆતમાં મેટ્રો ગાંધીનગરના આઠ સ્ટેશનો પર દોડશે. આગામી સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી પહોંચશે. મેટ્રોનો બીજો તબક્કો અમદાવાદ અને ગાંધીનગરના કર્મચારીઓ અને પ્રવાસીઓને રાહત આપશે.

કેટલો ખર્ચ થશે?
અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટ માટે સરકાર રૂ. 5,384 કરોડનો ખર્ચ કરશે, જેમાં AFD અને KFW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પાસેથી ભંડોળ લેવામાં આવ્યું છે.

PM મોદી લીલી ઝંડી બતાવશે
પીએમ મોદીની વિકાસની ભેટથી ટ્રાફિક સમસ્યાનો કાયમ માટે અંત આવશે. અમદાવાદથી ગાંધીનગરનો રૂટ ખુલ્લો થતાં નાગરિકો સરળતાથી પાટનગર ગાંધીનગર પહોંચી શકશે. તેનાથી અમદાવાદ-ગાંધીનગરથી અપડાઉન કરતા લોકોને મોટી રાહત મળશે. સમય જતાં નાણાંની બચત થશે, ટ્રાફિકની ભીડ ઘટશે અને લોકોને પરિવહનના નવા વિકલ્પો મળશે. મેટ્રો સ્ટેશનની વિશેષતાઓની વાત કરીએ તો ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશન પર ગુજરાતનો વિકાસ જોવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પર રજૂ કરવામાં આવ્યું છે. અટલ બ્રિજ, ઝુલતા મિનારા પણ મેટ્રો સ્ટેશનની સુંદરતામાં વધારો કરશે.