Gujarat News: ભારત સરકારના પશુપાલન, મત્સ્ય અને ડેરી વિકાસ મંત્રાલય દ્વારા નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે તા. ૨૦ થી ૨૨ જુલાઈ દરમિયાન “ઇન્ડિયન ડેરી ઇન્ડસ્ટ્રી એન્ડ ફિશરીઝ એક્સ્પો-૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પશુપાલન વિભાગ અને ગુજરાત લાઈવસ્ટોક ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત પ્રદર્શનીને ગવર્મેન્ટ કેટેગરીમાં “એક્સીલેન્ટ અચીવમેન્ટ” માટે પ્રથમ પુરસ્કાર મળ્યો છે.

ગાંધીનગર ખાતે આયોજિત ૨૧મી પશુધન વસતી ગણતરીના તાલીમ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે ગુજરાતની પ્રદર્શનીને મળેલો એક્સીલેન્ટ અચીવમેન્ટ માટેનો પ્રથમ પુરસ્કાર પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપકુમાર અને પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકરને એનાયત કર્યો હતો.