Gujarat: રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.. વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો અનુભવ થાય છે. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહે તેવી શક્યતા છે. તેમજ બેવડી ઋતુનો અનુભવ થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ શકે છે. અમદાવાદ, અમરેલી, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, તાપી, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે એવી સંભાવના છે.

આ સિવાય ફેબ્રુઆરીના છેલ્લા મહિનામાં વાતાવરણમાં પલટો આવે એવી સંભાવના છે. જેની અસર ખેડૂતોને થઈ શકે છે.