Gujarat Weather: ફેબ્રુઆરીના મધ્યભાગથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અસહ્ય ગરમી પડી રહી છે. ગયા અઠવાડિયાથી મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર વધી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 માર્ચ પછી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જશે.

આગામી 10 દિવસ સુધી Gujaratમાં હવામાનમાં કોઈ ફેરફાર થવાની આગાહી નથી. ખેડૂતો માટે આ રાહતની વાત છે કારણ કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી. આગામી 10 દિવસ સુધી ગરમી વધતી રહેવાની ધારણા છે.

હવામાન વિભાગે આગામી બે દિવસ માટે તીવ્ર ગરમીનું એલર્ટ જારી કર્યું છે. બે દિવસ પછી ગરમી વધશે. તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે. આગામી બે દિવસમાં પારો 37 થી 39 ડિગ્રી સુધી વધી શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી નોંધાયું હતું. પવનની દિશામાં ફેરફારને કારણે ગરમીનો અનુભવ થશે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં તીવ્ર ગરમીની આગાહી કરી છે. બદલાતા હવામાન અંગે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આજથી, 28 ફેબ્રુઆરી અને 1 માર્ચથી હવામાન બદલાશે. ૧૮ માર્ચ પછી, રાજ્યમાં ભારે ગરમી પડશે. એપ્રિલ મહિનો ખૂબ જ ગરમ રહેશે, રાજ્યમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે.