Gujaratના નડિયાદ મામલતદાર કચેરી ખાતે આજે એક યુવતી ધ્રુસકેને ધ્રુસકે રળી પડી હતી. આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા અને બાદમાં આ મામલો સામે આવ્યો, જેમાં યુવતી જન્મનો દાખલો કઢાવવા માટેની કાયદેસરની પ્રક્રિયા કરાવવા માટે 25 દિવસથી ધક્કા ખવડાવાતા હતા. જો કે, આ બનાવ સામે આવ્યા બાદ વાયુવેગે પ્રસરી ગયો અને અંતે ત્વરીત કામગીરી હાથ ધરાઈ હતી.
મળતી માહિતી મુજબ Gujaratમાં જન્મ કે મરણના જૂના દાખલાનો રેકર્ડ ન હોય તેવા સંજોગોમાં તે કઢાવવા માટે મામલતદાર સમક્ષ કાયદેસરની પ્રક્રિયા કરવાની હોય છે. આ પ્રક્રિયા કરાવવા માટે આણંદના લાંભવેલથી શિલા મિસ્ત્રી આવતા હતા, જેઓ 25 દિવસથી આ પ્રક્રિયામાં જોતરાયા હતા, તમામ દસ્તાવેજો લાવી દીધા બાદ તેમને 2 જામીન લાવવા કહ્યુ હતુ,

ગઈકાલે જામીનના કાગળો સહિતની વિગતો રજૂ કરી હતી, જે ચકાસ્યા બાદ તલાટીએ તેમને આજે બુધવારે બોલાવ્યા હતા, આજે તેઓ સાક્ષીઓ સાથે પહોંચતા તેમને નડિયાદ શહેરના જ 2 સાક્ષી લાવવા માટે દબાણ કરાયુ હતુ. જેથી 25 દિવસથી ધરમના ધક્કા ખાતા શીલાબેન હારી થાક્યા હતા અને ચોંધાર આંસુએ રડ્યા હતા અને વલોપાત કર્યો હતો.
Gujaratના આણંદમાં આવેલા લાંભેલમાં રશીલાબેને જણાવ્યુ હતુ કે, તેઓના પતિ નથી અને બાળકો સાથે રહે છે. બાળકોને સાચવવાની સાથે આ કામ કરવા છેલ્લા 25 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે અને તેમને ખોટી રીતે કનડગત કરવામાં આવી રહી છે. ગઈકાલે મંગળવારે તમામ ડોક્યુમેન્ટ બતાવ્યા, તે સમયે જ નડિયાદના જામીન લાવવા જણાવ્યુ નહોતુ અને આજે ઉંમરવાળા બાને રીક્ષા કરીને લઈ આવ્યા બાદ શહેરના જામીન લાવવા દબાણ કરાયુ હતુ. આ બાબતને લઈ શીલાબેન રડ્યા અને તે મામલો વાયુવેગે પ્રસરી જતા બાદમાં તલાટી દ્વારા ત્વરીત તેમનું કામ હાથમાં લઈ પૂર્ણ કરી આપવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો..
- Myanmar Earthquake થી મૃત્યુઆંક વધ્યો, અત્યાર સુધીમાં 2700 લોકોના મોત
- Pakistan માં સગીર છોકરી પર સગાઓએ બળાત્કાર કર્યો, પોલીસે એન્કાઉન્ટરમાં 4ને ઠાર માર્યા
- Fawad Khan : પાકિસ્તાનના કિંગ ઓફ રોમાન્સ બોલિવૂડમાં પાછા ફરશે, પહેલી ઝલક સામે આવી
- ‘વાસ્તવિક પીડા હજુ સહન કરવાની બાકી છે, આપણે હમણાં જ શરૂઆત કરી છે’ Donald Trump
- આ ખેલાડીએ Arjun Tendulkar નો રસ્તો રોક્યો, હવે પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે એન્ટ્રી મળશે