Gujarat Weather Update Today: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મેઘમહેર થઈ રહી છે ત્યારે હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી ચાર સિસ્ટમ સક્રિય છે. તેના કારણે આગામી સાત દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 19મીથી 22 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે. સિઅર ઝોન પણ સર્જાયું છે. આ સાથે મોન્સૂન ટ્રફ હવે નલિયા, જલગાંવ, બ્રહ્મપુરી, જગદલપુરમાંથી પસાર થઈ રહ્યું છે, જે પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકિનારા પર સ્પષ્ટ લો-પ્રેશર ક્ષેત્રનું કેન્દ્ર છે.