Gujarat : વાપી શહેરના ચાંપુંડી કોમ્યુનિટી બિલ્ડિંગમાં રહેતા 24 વર્ષીય યુવકનું લિફ્ટના દરવાજા વચ્ચે માથું દબાઈ જતાં મોત નીપજ્યું છે. યુવકનું નામ ગોવિંદસિંહ હોવાનું જાણવા મળ્યું છે, જે ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને 9 દિવસ અગાઉ જ વાપી આવ્યો હતો.

ગોવિંદસિંહ રાત્રે અંદાજે 11.30 વાગ્યે પોતાના ભાઈ સાથે રહેલા સાતમા માળે જઈ રહ્યો હતો, ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પરથી લિફ્ટનો દરવાજો ખૂલ્લો જોઈ તેમાંથી લિફ્ટ ઉપર ગઈ કે નહીં તે જોવા માટે નજાકતથી અંદર ઝાંકી રહ્યો હતો. આ દરમિયાન લિફ્ટ નીચે આવી અને તેનું માથું લિફ્ટના દરવાજા વચ્ચે ફસાઈ ગયું હતુ.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્યું છે કે લિફ્ટના દરવાજામાં તાંબું તૂટેલું હતું અને લિફ્ટ વારંવાર ખામી આપી રહી હતી. રહીશો દ્વારા ફરીયાદ કરાયા છતાં કોઈ જ યોગ્ય કામગીરી કરવામાં આવી નહોતી, જે લીધે હવે આ દુર્ઘટના સર્જાઈ છે.
આ પણ વાંચો…
- Surat News: ડોક્ટરે બાળકને રેફર કરવાની વાત કહી તો નશીડી વ્યક્તિનો હુમલો, તડાતડ ૧૨ થપ્પડ માર્યા
- ITR ફાઇલ કરવાની તારીખ કેમ લંબાવવામાં આવી? જાણો કારણ
- Punjab અન્ય રાજ્યો માટે બન્યું મોટું ઉદાહરણ, રાજ્યની લગભગ 3,658 સરકારી શાળાઓમાં ડ્રગ વિરોધી અભ્યાસક્રમ શરૂ
- Horoscope: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો આજનું રાશિફળ
- Shilpa Shetty ના પતિ રાજ કુન્દ્રાની 5 કલાક પૂછપરછ, 60 કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં, આર્થિક ગુના શાખા કાર્યવાહીમાં