Gujarat : સિલવાસા પાસે આવેલા લવાંછા વિસ્તારમાં શુક્રવારની સવારે એક હૃદયવિદારક ઘટના સામે આવી છે. દાદરા રહેતા અને માત્ર 14 વર્ષના બે માસૂમ મિત્રો પાણી ભરેલા ગડ્ડામાં ડૂબી જતા તેમનું દુઃખદ અવસાન થયું છે.
મૃતક બંને બાળકોની ઓળખ રોહન સી. પાટીલ અને કુણાલ સુધીર રાય તરીકે થઈ છે. બંને દાદરા વિસ્તારમાં રહેતા હતા અને સવારે રમત રમવા કે ફરવા નીકળ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. આ દરમિયાન લવાંછા વિસ્તારમાં આવેલા પાણી ભરાયેલા એક ખાડામાં બંને ડૂબી ગયા હતા.
ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને ગોતાખોરોની મદદથી બંને બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બંનેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ કરૂણ ઘટનાથી પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે અને સમગ્ર દાદરા તથા લવાંછા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હાલે પોલીસ ઘટનાની તપાસ હાથ ધરી છે અને ગડ્ડામાં પાણી ભરાવાની પરિસ્થિતિ અંગે પણ માહિતી એકઠી કરી રહી છે.
આ પણ વાંચો..
- ICC ની બેઠકમાં બાંગ્લાદેશને ‘ભારતમાં રમવા અથવા બહાર થવા’ માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
- CEO: ઇટરનલના સીઈઓ દીપિન્દર ગોયલનું રાજીનામું, અલબિન્દર ધીંડસા નવા સીઈઓ બન્યા
- Vadodara: મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈવ કોન્સર્ટમાં આમ આદમી પાર્ટીએ કૌભાંડનો આરોપ લગાવ્યો, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ
- Vadodara: ઓપરેટિંગ વિભાગની ટીમ DRM કપ-2026 ની ચેમ્પિયન બની.
- Chhota Udaipur: કેવડી જંગલોમાં વાઘના રક્ષણ માટે સરકારી કાર્યવાહી, ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ





