Gujarat: થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે છેલ્લા પંદર દિવસથી સૌરાષ્ટ્રભરમાં હેરફેર થતા દારૂનો જથ્થો અનેકવાર ઝડપાયો છે. હવે બૂટલેગરોએ ડ્રગ માફિયાઓની જેમ દરિયાઈ માર્ગે હેરાફેરી કરવાનું મુનાસિબ સમજી દમણથી દરિયાઈ માર્ગે લઈ જવાતા દારૂના મોટા જથ્થાને ગીરસોમનાથ એલસીબીએ બે શખ્સોને ઝડપી લીધા હતા. કુલ ૬ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Gujarat: રૂા.૭ લાખની કિંમતની હોડી તથા મોબાઈલ ફોન મળી કુલ રૂા.૧૨.૨૯ લાખનો મુદ્દામાલ કબજે, ૬ શખ્સો સામે ગુનો
આજે એલસીબી પોલીસૌંદરયાઈ | પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શંકાસ્પદ હોડી નજરે ચડતાં પોલીસે ત્યાં જઈ તપાસતા રમ બ્રાન્ડનો ૧૬૩૨ બોટલ | કિંમત રૂા. ૧,૬૩,૨૦૦નો શરાબ, વ્હીસ્કીની ૫૦ પેટીઓમાં ૨૪૦૦ બોટલો કિંમત રૂા.૨.૪૦ લાખ આ ઉપરાંત સ્પે. વ્હીસ્કીની ૨૮ પેટીની ૧૩૪૪ બોટલ કિંમત રૂા.૬૭૨૦૦, બિયરની ૧૯ પેટી ૪૫૬ ટીન કિંમત | રૂા.૪૬,૬૦૦નો શરાબ જથ્થો પકડી પાડયો હતો. પોલીસે સાત લાખની કિંમતની ડબલ એન્જિનની હોડી, ૩ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૧૨,૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ હોડીમાં સવાર રહેલા મૂળ દ્વારકાના આરીફ ગફુરભાઈ ભેસલીયા, ઈદરિશ અલ્લારખા મુલતાની પઠાણ, ગફુર ઉર્ફે બેરલો જુસભ ભેંસલીયા, ક્રિશ ઉર્ફે કારિયો બાલુભાઈ કામળીયા, નીતેશ દાના ભાલીયા, મોસીન, તાવડે મનસુરી, દમણના ૬ અજાણ્યા માણસો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં i આરીફ ગફુરભાઈ અને ઈંદરીશ અલ્લારખાને પોલીસે ઝડપી લીધાનું જાણવા મળે છે.