એક તરફ રેમલ વાવાઝોડાને લઇને લોકો ચિંતામાં છે ત્યાં બીજી તરફ ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ભારે ગરમી અને ઉકાળાટની વચ્ચે હવે અચાનક વાતાવરણ બદલાયું છે. હવે આંધી, તોફાન, ભારે પવન અને વાવાઝોડાની આગાહી થઈ રહી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અગાઉ આગાહી કરી હતી કે આ વખતે જૂનમાં વાવાઝોડા અને આંધી, તોફાનનું જોખમ રહેશે. આ સાથે તેમણે ભારે વરસાદની પણ આગાહી કરી છે. વાતાવરણમાં મોટો પલટો આવશે અને ગુજરાતને પણ સાવધાન રહેવું પડશે.
મળતી માહિતી અનુસાર રેમલ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવ્યા છે. આગામી 3 દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની આગાહી છે. આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. આ દરમિયાન 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવે રાજ્યના 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે. જેમાં 30 કિમી પ્રતિ કલાક પવનની ગતિ રહેશે.
રાજ્યના ચાર જિલ્લામાં ધુળની આંધીની આગાહી કરી છે. આગામી 3 દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે. ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. અરબી સમુદ્ર પર થી પવન આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જેથી પવનની ગતિ 25 થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે.
ગુજરાતભરમાં અંબાલાલે મોટી આગાહી કરી છે કે ચોમાચાની શરૂઆતમાં જ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે. 4 જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આવી જશે. તેમના જણાવ્યા મુજબ આંધી-વંટોળ સાથે પ્રી-મોનસૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે.
અંબાલાલના જણાવ્યા મુજબ વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો ઉપરાંત જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા કચ્છમાં ગાજવીજ સાથે પ્રી-મોનસૂનની એક્ટિવિટી જોવા મળશે.