Gujarat : નડિયાદ શહેરના કપડવંજ રોડ સ્થિત ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસમાં થયેલી ચોરીના પ્રયાસના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. લાલ કોર્ટના રેકોર્ડ રૂમના તાળા તોડવાના બનાવ બાદ ત્રણ દિવસમાં જ પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી જયેશ ઉર્ફે જયલો મનોજ તળપદા નડિયાદના જવાહરનગર ન્યુભારતનગર તોરણા વિસ્તારનો રહેવાસી છે.
લાલ કોર્ટના રૂમની લોખંડની જાળીના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, રૂમમાં રાખવામાં આવેલા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને રેકોર્ડ સુરક્ષિત મળી આવ્યા છે. નડિયાદ ટાઉન પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીને શોધી કાઢ્યો હતો.

પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીના ઇરાદે કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કર્યાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો..
- ‘સિંધુમાં પાણી વહેશે, અથવા તેમનું લોહી’, Bilawal Bhutto એ ભારતને ધમકી આપી
- પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન નહીં જાય, ગૃહમંત્રી Amit Shah એ જલશક્તિ મંત્રી સાથે બેઠક યોજી
- DRDO ભારત ને મિસાઇલ વિકાસ ના ક્ષેત્રમાં મળી મોટી સફળતા
- Russia Ukraine War : મોસ્કોમાં મોટો હુમલો, પુતિનના જનરલનું બોમ્બ વિસ્ફોટમાં મોત
- Ravindra Jadeja પાસે નંબર-1 સિંહાસન મેળવવાની સુવર્ણ તક