Gujarat: અમરેલી જિલ્લાની જનતાની આંખમાં ધૂળ નાખી ખાંભામાં એક દૂધ ઉત્પાદકે બ્રાન્ડેડ કંપનીઓ જેવી જ પ્લાસ્ટિકના પાઉચમાં દૂધ દૂધ ભરીને વેંચવાનો જિલ્લા એસ.ઓ.જી.એ ભાંડો ફોડી નાખી ૩૫૦ દૂધ ભરેલી પ્લાસ્ટિક થેલીઓ (પાઉચ) પકડી પાડી દૂધના નમુના લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. પાઉચ પેકિંગનું મશીન, દહીં બનાવવાનં મટિરિયલ્સ, વલોણા સહિત રૂા.૨.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

Gujarat: ખાંભામાં દરોડા પાડી ૩૫૦ દૂધનાં પાઉચ કબજે કરાયા:

ખાંભામાં આશ્રમપરા મિતીયાળા રોડપર રહેણાક મકાનમાં ગુણવંતરાય શામજીભાઈ કળસરિયાએ દૂધ પકિંગનો મિનિ પ્લાન્ટફીટ કરી મીલ્ક પાઉડર અને એસિડપાઉડર ભેળવી ૧૭૫ મી.લી તથા ૩૯૫મી.લીની મિલ્કત બેગનું ઉત્પાદન ચાલુ કરી જનતામાં વેચાણ અને પ્રવર્તન શરૂ કર્યું હતું. આ સ્થળે એસ.ઓ.જી.એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને સાથે રાખી રેડ કરી દૂધ ભરેલી ૩૫૦ થેલીઓ પકડી પાડી હતી.

આ ઉપરાંત પેકિંગ મશીન, દહીં બનાવવાનું યાંત્રિક મટિરિયલ્સ, વલોણા અને અન્યસામગ્રીમળી રૂા.૨.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની તપાસમાં આ શખ્સ ગ્વાલા પેન્ચ્યુરાઈઝડ, હોમોગોનાઈઝડ ટોન્ડ મિલ્ક લખેલી થેલીઓમાં મશીનથી | દૂધ ભરી વેચાણ કરાતું હતું. બન્ન વિભાગે શંકાસ્પદ દૂધના નમુના લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલી અપાયા છે. ઉપરોકત દૂધ વિક્રેતા સામે એસ.ઓ.જી.ના | એ.એસ.આઈ. રફીકભાઈ રાઠોડે ખુદ ફરિયાદી બનીને ખાંભા પોલીસ મથકમાં | ફરિયાદ નોંધાવતા ખાંભા પોલીસે ગુનો | નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.