Gujarat રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ધો.૧થી૮માં શિક્ષક-વિદ્યાસહાયક ભરતી માટેની સંયુક્ત જાહેરાત આજે સરકાર દ્વારા આપી દેવાઈ છે અને જે મુજબ ૭ નવેમ્બરથી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ધો.૧થીપ માટે અને ધો. ૬થી૮ માટે કુલ ૧૩૮૫૨ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા થશે.
Gujarat: કુલ ૧૩૮૫૨ જગ્યામાં ૧થીપની ૫૦૦૦ અને ૬થી૮ની ૭ હજાર: અન્ય માધ્યમની ૧૮૫૨
Gujarat સરકારે અગાઉ ધો.૧થી૫ અને ધો.૬થી૮માં શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કર્યા બાદ ધો.૧થીપ માટે અને ધો.૬થી૮ માટે અલગ અલગ ભરતી જાહેરાત આપવામા આવનાર હતી પરંતુ સરકારે તાજેતરમાં એવુ નક્કી કર્યુ હતુ કે ધો.૧થી૮ માટે સંયુક્ત ભરતી જાહેરાત આપવી અને જે મુજબ આજે જાહેરાત આપી દેવાઈ હતી અને ઓનલાઈન અરજીઓ મંગાવાઈ છે.ટેટ ૧ અને ૨ પાસ ઉમેદવારો | ૭ નવેમ્બરથી અરજી કરી શકશે. ઓનલાઈન અરજી ૧૬ નવેમ્બર સુધી થઈ શકશે. કાર્યક્ર મુજબ ઓનલાઈન અરજી બાદ | ૧૯ નવેમ્બર સુદીમાં સ્વીકાર કેન્દ્ર પર અરજીપત્ર ડોક્યુમેન્ટ સાથે જમા કરવાના રહેશે.કુલ ૧૩૮૫૨ જગ્યાઓ માટે થનારી ભરતીમાં ધો.૧થી૫ ગુજરાતી માધ્યમ માટે ૫૦૦૦ અને ૬થી૮ માટે ૭ હજાર જગ્યાઓ ભરાશે જ્યારે અન્ય માધ્યમની સ્કૂલો માટે ૧૮૫૨ જગ્યાઓ ભરાશે.
મળતી માહિતી મુજબ ગુજરાતની સરકારી સ્કૂલોમાં ૩૧ મે ૨૦૨૪ની સ્થિતિએ બાલવાટિકાથી ધો.૫ સુધીમાં ૧૫૩૪૧ અને ધો.૯થી૮માં ૮૩૧૮ સહિત ધો. ૧થી૮માં કુલ ૨૩૫૫૯ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એટલે કેધો.૯થી ૧૨ની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૯થી૧૦માં ૭૩૨૪ તેમજ ધો.૧૧-૧૨માં ૮૦૩૩ સહિત કુલ ૧૫૩૫૭ જગ્યાઓ શિક્ષકોની ખાલી પડી છે.જ્યારે ૩૧ ઓક્ટોબરે પણ રાજ્યની સ્કૂલોમાં અનેક શિક્ષકો નિવૃત થયા છે.જેથી ખાલી જગ્યાઓ હજુ વધી શકે છે.