Gujarat News: દેશભરમાં ધૂમ-ધામથી ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યરે અમુક અસામાજિક તત્વો રંગમાં ભંગ નાખવાનું કામ કરી રહ્યા છે. જે દેશની કોમી એકતાને તોડવાનો પૂર જોષમાં પ્રયાસ કરી રહ્યા છે આવીજ કઈ ઘટના ગુજરાતમાં બની રહી છે જ્યાં પહેલા સુરત ત્યારબાદ ભરૂચ અને આ પછી Kutchમાં ગણેશની મહોત્સવ દરમ્યાન પથ્થર મારો કરી અરાજકતા ફેલાવી રહ્યા છે
સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તોફાની તત્વોની ધરપકડ કરી હતી. કચ્છમાં પણ આવીજ એક ઘટના સામે આવી છે. કચ્છના નખત્રાણાના તાલુકાના કોટડા જરોદર ગામમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
પથ્થરમારામાં બાપ્પાની મૂર્તિ ખંડિત થઇ
આ પથ્થરમારામાં બાપ્પાની મૂર્તિ ખંડિત થઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. અનિચ્છનીય બનવાન ના બને તે માટે પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.સ્થાનિકોમાં આ વાતને લીધે ખુબજ આક્રોશ જોવા મળી રહ્યો છે
ભરુચમાં પણ ગત મોડી રાત્રે કોમી તંગદિલી સર્જાઈ
સુરત બાદ ભરુચમાં પણ ગત મોડી રાત્રે કોમી તંગદિલી સર્જાઈ હતી. જેમાં બી ડિવિઝન પોલીસ મથકના કુકરવાડાના ગોકુળ નગર પાસે બંને કોમના ધાર્મિક તહેવારો બાબતે ઝંડા લગાવવા તકરાર બાદ મામલો બીચક્યો હતો.પથ્થરમારા અને તોડફોડ થવા સાથે નાસભાગ મચી જવા પામી હતી.