Gujarat: રાજ્ય સરકારે એમ્બ્યુલન્સ, ફાયર, પોલીસ સહિતની તમામ આકસ્મિક સેવાઓ માટે 112 ઈમરજન્સી નંબર શરૂ કર્યો છે. પરંતુ હકીકતમાં પરિસ્થિતિ “ગ્રાસે મક્ષિકા” જેવી બની છે. ભારે ધામધૂમથી જાહેરાત તો થઈ, પણ 112 જનરક્ષક સેવાના હજારો પાયલોટો હજુ બેરોજગાર છે. પરીક્ષા થઈ ગઈ, તાલીમ પૂર્ણ થઈ ગઈ છતાં છ મહિના બાદ પણ પાયલોટોને ઓર્ડર મળ્યા નથી.
1200 પાયલોટોને નોકરીની ખાતરી છતાં નિરાશા
સરકારે 100, 108, 181 અને 1930 જેવા અલગ-અલગ નંબરને બદલે એક જ 112 ઈમરજન્સી સેવા શરૂ કરી છે. માર્ચ 2025માં પરીક્ષા લઈને 1200 પાયલોટોની પસંદગી કરી તાલીમ અપાઈ હતી. તાલીમ પૂર્ણ થયા બાદ ઉમેદવારોને સર્ટિફિકેટ આપીને 20 થી 22 હજારના પગાર પર કોન્ટ્રાક્ટથી નોકરી આપવાની ખાતરી આપવામાં આવી હતી.
ગાંધીનગરના ચક્કર ખાઈ રહ્યા પાયલોટો
છ મહિના વીતી ગયા છતાં આજદિન સુધી એકેય પાયલોટને લેખિત ઓર્ડર આપવામાં આવ્યો નથી. લગભગ 1200 ઉમેદવાર ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે. ઘણા પાયલોટોને બે થી ચાર વખત ગાંધીનગર બોલાવવામાં આવ્યા, પરંતુ હાથે કંઈ આવ્યું નથી. કેટલાક ઉમેદવારો નોકરીની આશામાં ઉછીના પૈસા લઈને પણ વારંવાર ગાંધીનગરના ધક્કા ખાઈ રહ્યા છે.
ગાડીઓ તૈયાર, ઓર્ડર અટવાયેલા
112 જનરક્ષક સેવા માટે સરકારે 500 નવી ગાડીઓ ખરીદી છે. પરંતુ આ ગાડીઓ હાલ બિનઉપયોગી બની પાર્કિંગમાં ધૂળ ખાઈ રહી છે. એક બાજુ 1200 પાયલોટો સેવા આપવા તૈયાર છે, તો બીજી બાજુ સરકારના ઓર્ડર વિલંબથી સમગ્ર કામગીરી અટવાઈ છે. સરકારે મોટી જાહેરાત કરીને વાહવાહી મેળવી લીધી, પરંતુ હકીકતમાં નવી ગાડીઓ સેવા માટે નહીં લાગી અને પસંદ થયેલા પાયલોટોને નોકરી પણ મળી નથી. આથી એવું લાગી રહ્યું છે કે જાણે સરકાર પોતાના તંત્રના તાયફા હેઠળ પાયલોટોને ઓર્ડર આપવા ટાળી રહી છે.
આ પણ વાંચો
- Ahmedabad: સાબરમતી નદીમાં પૂરનું જોખમ, વાસણા બેરેજના 28 દરવાજા ખૂલ્યા, રિવરફ્રન્ટ વોક-વે પાણીમાં ગરક
- Surat: ગણેશ ચતુર્થી પૂર્વનો વીકએન્ડ ગણેશ આગમનનો ખાસ દિવસ બન્યો
- Jharkhand: ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના ઘરે ધરપકડ, વિરોધમાં RIMS-2 જમીન પર ખેડાણ કરવાના હતા
- AMC એ 10 વર્ષમાં વરસાદી પાણીના નિકાલ માટે ₹200 કરોડ ખર્ચ્યા, છતાં વરસાદી પાણી ઓસરવામાં કલાકો
- Greater Noida: પત્નીને સળગાવીને હત્યા કરનાર વિપિનનું પોલીસે એન્કાઉન્ટર કર્યું, તેના પગમાં ગોળી મારી દીધી