Gujarat ભારત સરકાર મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સની સુચના અન્વયે આજે ગુરુવારના રોજ સિવિલ ડીફેન્સની બીજી મોક ડ્રીલ ”ઓપરેશન શિલ્ડ” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડભાણ અને યોગીનગર ગામમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવનાર છે. તેમજ આ વખતે સાયરન પણ વાગશે.
ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે આ બાબતે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરના અનુસંધાને ઓપરેશન શીલ્ડ અંતર્ગત ખેડા જિલ્લાની પ્રિપેડનેસ ચકાસવા તથા કોઈ આકસ્મિક પરિસ્થિતિમાં જિલ્લા વાસીઓને ઝડપથી ગતિશીલ કરવાના હેતુથી મોકડ્રિલ કરવામાં આવશે અને રાત્રે 8 થી 8:30 સુધી નડિયાદના ડભાણ અને યોગીનગરમાં સંપૂર્ણ બ્લેક આઉટ કરવામાં આવશે.

ખેડા જિલ્લામાં સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર, વાઇટલ ઇન્સ્ટોલેશન પર એર રેઇડ, કમ્પ્લીટ બ્લેક આઉટ, માસ ઇન્જરીસના સંજોગોમાં આરોગ્યતંત્રની સુવિધાઓ જેવી બાબતોને આવરી લઈને મોક ડ્રિલનુ આયોજન કરવામાં આવશે. આ સિવાય ઓપરેશન શિલ્ડ અંતર્ગત જિલ્લાના બે મહત્વના સ્થાનો પર આકસ્મિક બોમ્બમારો અને ફાયર જેવી ઘટનાઓના સંજોગો ઉપર નિવારક ઉપાયો માટે વહીવટી તંત્ર દ્વારા અલગથી મોક ડ્રીલ કરવામાં આવશે.
આ માટે નાગરીકોમાં કોઈ ભય ન ફેલાય અને મોકડ્રીલની સાચી હકીકતો નાગરીકો સુધી પહોંચે તેવી વિનંતી પ્રશાસને કરી છે. આજે ગુરુવારે રાતે આઠ વાગ્યે એક સરખા અવાજથી સાયરન વાગશે. જે બાબતે લોકોએ ગભરાયા વિના પોતાના વ્હીકલની હેડલાઈટ પણ બંધ રાખવા જણાવ્યુ છે.
આ પણ વાંચો..
- Maldives: પીએમ મોદીએ માલદીવના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપી
- CM Bhupendra Patelએ NCC કેડેટ્સ માટે કરી વ્યવસ્થા, લીડરશીપ એકેડેમી બિલ્ડિંગનું કર્યું ઉદ્ઘાટન
- National: LoC નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં અગ્નિવીર શહીદ, બે અન્ય સૈનિકો ઘાયલ
- Gujaratના 5 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, IMD એ આગામી દિવસો માટે કરી આગાહી
- Ahmedabad: સગીરો અને વેપારીઓને હુમલાના વીડિયો પોસ્ટ કરીને બ્લેકમેલ કરી પૈસા પડાવનાર યુટ્યુબરની ધરપકડ