Gujaratના એક વરિષ્ઠ IAS અધિકારીની પત્નીએ શનિવારે ઝેર પી લીધું હતું, જે બાદ તેને બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેનું રવિવારે સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે IAS ઓફિસર અને તેમની પત્ની છેલ્લા ઘણા મહિનાઓથી અલગ રહેતા હતા. આઈએએસ રણજીત કુમારની પત્ની સૂર્યાબેન તમિલનાડુની હતી અને છેલ્લા આઠ મહિનાથી ત્યાં રહેતી હતી. ત્યાં પોલીસ કોઈ કેસમાં સૂર્યાબેનને શોધી રહી હતી.

પતિ-પત્ની વચ્ચેના વિખવાદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મૃતક લગભગ આઠ મહિનાથી ગુજરાતમાં નહોતો. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તે તેના પતિના ઘરે પહોંચી તો તેણે ઘરમાં પ્રવેશવાની ના પાડી દીધી. આ સાથે છૂટાછેડાની પણ વાત થઈ હતી. આ પછી મહિલાએ ઘરની બહાર ઝેર પી લીધું હતું અને હવે તેનું ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.

આપઘાત કરતા પહેલા પત્ર લખ્યો હતો

સૂર્યાબેનના મૃત્યુ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આત્મહત્યા કરતા પહેલા સૂર્યાબેને એક ચિઠ્ઠી લખી હતી જેમાં તમિલનાડુમાં તેમની સાથે થયેલા વિશ્વાસઘાત વિશે લખ્યું હતું. તેણીએ નવું જીવન શરૂ કરવું હતું પરંતુ તેના પૈસા ક્યાંક અટવાઈ ગયા હતા અને તે પાછા મળવાની કોઈ આશા નહોતી કે તે તેના પતિ પાસે પાછી જઈ શકતી નહોતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે પત્રમાં તેના પતિ પર કોઈ આક્ષેપ કરવામાં આવ્યો નથી.

વરિષ્ઠ IAS રણજીત કુમાર GERCના સચિવ છે

મળતી માહિતી મુજબ, વરિષ્ઠ IAS રણજીત કુમાર 2005 બેચના અધિકારી છે. તેની પત્નીએ શનિવારે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. IAS રણજીત કુમાર ગુજરાત ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન (GERC)માં સેક્રેટરી તરીકે કામ કરે છે અને પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી અણબનાવ હતો.