Gujarat: રાજ્યમાં ઠંડીમાં હવે ઘટાડો નોંધાયો છે. તેમજ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં ઠંડીમાં હવે ઘટાટો થશે. તેમજ અનેક વિસ્તારોમાં ગરમીની શરુઆત થઈ શકે છે. તેમજ કેટલાક વિસ્તારોમાં સવાર – રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ શકે છે. જ્યારે બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ શકે છે.

વધુમાં આગાહી કરતા જણાવ્યું કે 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. હાલ ઉત્તર પૂર્વથી ઉત્તર તરફ પવનની દિશા રહે તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે.