Gujarat: જામકંડોરણા પંથકમાં છેલ્લા પાંચદિવસથી અવિરત મેઘવર્ષા જારી રહેતા અહીનો ફોફળ ડેમ આઠ ફૂટે ઓવરફૂલો થતાં મના વેસ્ટવિયર (કાઢીયા) પરથી તાલુકાના નાના ભાદરા તથા મોટા ભાદરા જવાનો રસ્તો બંધ કરવામાં આવેલ છે જે ચાર દિવસથી બંધ છે.

ડેમસાઈટ અંદરના વિસ્તારના ખેતરોમાં કપાસ, મગફળી સહિતના ઉભા પાકોમાં પાણી ફરી વળતા વ્યાપક નુકસાન

Gujarat: જામકંડોરણા પંથકમાં છેલ્લા પાંચ | દિવસથી અવિરત વરસાદ વરસી રહયો છે .જામકંડોરણામાં આ છેલ્લા પાંચ દિવસમાં | કુલ સતર ઈંચ વરસાદ પડી ગયો છે. સિઝનનો કુલ વરસાદ ચાલીસ ઈંચ થયેલ | છે .જામકંડોરણામાં ગઈકાલ સાંજના ૪- | ૦૦ વાગ્યા વાગ્યાથી આજે સાંજના ૪-૦૦ | વાગ્યા સુધીમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૮૮ મી. મી. (સાડા ત્રણ ઈંચ) વરસાદ | પડ્યો હતો .આ અવિરત પડેલા વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની હતી .

જેના કારણે જામકંડોરણાનો ફોફળ ડેમ હાલમાં ૫.૪૦ ફુટે ઓવરફ્લો થઈ રહયો છે .આ ડેમ ઓવરફ્લો થતાં ડેમના વેસ્ટવિયર(કાઢીયા) પરથી તાલુકાના નાના ભાદરા તથા મોટા ભાદરા જવાનો રસ્તો બંધ કરવામાં આવેલ છે .આ રસ્તો ચાર દિવસથી બંધ છે .બે દિવસ પહેલાં ફોફળ ડેમ આઠ ફુટે ઓવરફ્લો થતાં તેમજ હજુ પણ ઓવરફ્લો ચાલુ રહેતા ડેમની અંદરના વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં કપાસ, મગફળી સહિતના ઉભા પાકોમાં પાણી ફરી વળતા પાકોને વ્યાપક નુકસાન થયેલ છે