અમદાવાદ: Gujarat શિક્ષણ બોર્ડની આ વખતની ચૂંટણી ખરાખરી જંગ તરફ આગળ વધી રહી છે કારણકે બોર્ડની આ વખતની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકને લઈને મંડળો સામસામે આવ્યા છે. ૨૭ વર્ષ બાદ મર્જ થયેલા સંચાલક મંડળે જે ઉમેદવારને ઉભા રાખ્યા હતા તેની જ સામે મંડળ માંથી એક સભ્યએ બળવોખોરી કરી ઉમેદવારી નોંધાવી છે ત્યારે મંડળ દ્વારા તે સભ્યને મંડળમાંથી સસ્પેન્ડ કરવામા આવ્યા છે અને ૫૦ વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના બની છે.

Gujarat: મર્જ થયેલ મંડળના ઉમેદવાર સામે બળવો કરી ઉમેદવારી કરનારને પ્રથમવાર સસ્પેન્ડ કરાયા

આગામી ૨૪મી સપ્ટેમ્બરે Gujarat,શિક્ષણ બોર્ડની ચૂંટણી થનાર છે. જેમાં ૯ બેઠકોમાંથી છ બેઠકો બિનહરિફ અને એક | બેઠક રદ થયા બાદ હવે બે જ બેઠકો માટે તુઆબે બેઠકોમાંથી સંચાલક ચૂંટણી છે પરંતુ મંડળના પ્રતિનિધિની બેઠક માટે ખરાખરીનો જંગ છે. અગાઉ વર્ષો પહેલા | એટલે કે ૧૯૯૭ પહેલા રાજ્યના સંચલાકોનું એક જ મંડળ ગુજરાત રાજ્ય । શાળા સંચાલક મંડળ વર્ષોથી | બે મંડળો સામસામે હતા અને તેઓનાઉમેદવારો બોર્ડની ચૂંટણીમાં ઉભા રહેતા. પરંતુ આ મંડળો ૨૭ વર્ષ બાદ આ વર્ષે માર્ચમાં એક થઈ ગયા હતા કારણકે અલગ અલગ મંડળ હોવાથી સરકારતેઓનું સાંભળતી ન હતી.

મર્જ થયેલા મંડળ એવા રાજ્ય શાળા સંચાલક મહામંડળ-ગુજરાત પ્રદેશ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે ભાજપના જ શિક્ષણ સેલના જે.વી પટેલને ઉભા રખાયા છે પરંતુ છેલ્લા પાંચ ટર્મથી જીતતા સૌરાષ્ટ્રના સંચાલક સભ્ય એવા પ્રિયવદન કોરાટને ઉમેદવાર બનાવાયા ન હતા.જેથી તેઓએ બળવો પોકારીને પોતાની રીતે ઉમેદવારી નોંધાવી હતી.જેને પગલે તેઓને મંડળમાંથી દૂર કરી સસ્પેન્ડ કરી દેવાયા છે.તેઓ મર્જ થયેલા મંડળમાં મહામંત્રી પણ હતા.જો કે આ ઉમેદવારને સુરતના ખાનગી સ્કૂલોના મંડળે ટેકો આપ્યો છે જેથી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના સંચાલકો હવે સામસામે આવ્યા છે અને આ ઉમેદવારનું કહેવુ છે કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ બિનઅધિકૃત અને બિનરજિસ્ટર્ડ મંડળ છે.