gujarat: ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યામા એક વર્ષમાં 8%નો વધારો થયો છે, જે 2022-23માં 20.84 લાખથી 22.50 લાખ થયો છે.
નાણાકીય વર્ષ 2023-24માં મહિલા કરદાતાઓની સૌથી વધુ સંખ્યાના સંદર્ભમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં, મહારાષ્ટ્ર 36.83 લાખ મહિલા કરદાતાઓ સાથે ટોચ પર છે.
ઉત્તર પ્રદેશ 20.43 લાખ સાથે ત્રીજા સ્થાને છે અને તમિલનાડુ 15.51 લાખ સાથે ચોથા સ્થાને છે. 2023-24માં દેશભરમાં કુલ 2.29 કરોડ મહિલા કરદાતા છે. રાષ્ટ્રીય સ્તરે મહિલા કરદાતાઓની સંખ્યા 2019-20માં 1.83 કરોડ, 2020-21માં 1.82 કરોડ, 2021-22માં 1.94 કરોડ અને 2022-23માં 2.10 કરોડ હતી. કોવિડ-19 વર્ષ 2019-20માં ગુજરાતમાં 18.48 લાખ મહિલા કરદાતા હતા. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં મહિલા કરદાતાઓની સંખ્યામાં લગભગ 25%નો વધારો જોવા મળ્યો છે.
વર્ષ- મહિલા કરદાતાઓની સંખ્યા
2019-20 18,08,749
2020-21 18,48,233
2021-22 19,50,499
2022-23 20,84,639
2023-24 22,50,900