Gujarat Rain: રાજ્યમાં વરસાદી માહોલ છે, ત્યારે બે દિવસથી વરસાદે વિરામ લીઘો છે. પરંતું ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે વિરામ બાદ ફરીથી વરસાદની એન્ટ્રી થશે. સાથે જ અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે છે. હવામાન વિભાગનું માનવામાં આવે તો શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મોન્સૂન ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું પણ અનુમાન કરવામાં આવ્યું છે.
ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર વરસાદનું જોર વધી શકે છે. અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તો રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.