Gujarat: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ માટે આજે સાંજે રાજકોટ આવી રહ્યા છે. તેઓ આજે સાંજે રાજકોટ આવશે જ્યાં તેમના વિવિધ કાર્યક્રમો શરૂ થશે. આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા રાજકોટ નજીક હિરાસર એરપોર્ટ પર પહોંચશે, ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરવામાં આવશે અને રાજકીય મહેમાનો દ્વારા સ્વાગત કરવામાં આવશે. માહિતી મુજબ, તેઓ રાજકોટના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતની મુલાકાતે

અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 10 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ સૌપ્રથમ સોમનાથ મંદિરમાં આરતી કરશે. ત્યારબાદ તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન (સાસન ગીર) ની મુલાકાત લેશે અને ત્યાંના આદિવાસી સમુદાય સાથે વાતચીત કરશે. ત્યારબાદ, તેઓ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પરત ફરશે.

11 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારકા જશે અને ભગવાન દ્વારકાધીશ મંદિરમાં આરતી અને દર્શન કરશે. બપોરના દર્શન પછી, તેઓ જામનગર જશે અને પછી સાંજે 5 વાગ્યે ખાસ વિમાન દ્વારા અમદાવાદ પહોંચશે અને ગુજરાત વિદ્યાપીઠના 71મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 71મા દીક્ષાંત સમારોહ યોજવવાનો છે. જેમાં તેઓ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. જે બાદ તેઓ પદવીદાન સમારોહ પૂર્ણ કર્યા પછી સાંજે દિલ્હી પરત ફરશે. કહેવાય છે કે, રાષ્ટ્રપતિની મુલાકાત કોઈ રાજકીય હેતુસર નથી. પરંતુ ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમ અર્થે હતી.

આ પણ વાંચો