Gujarat News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિજાતિ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિરોધપક્ષના નેતા તુષારભાઈ ચૈધારી, ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટ ચેરેમન વિક્રાંત ભુરીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના ચેરેમન રાજેન્દ્ર ભાઈ પારઘી તેમજ ચાલુ ધારા સભ્યો , પૂર્વ સંસદ સભ્યો પૂર્વ ધરાસભ્યો, તેમજ આદિવાસી જિલ્લાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ, આદિવાસી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના ચેરમેનઓ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવી.

આદિવાસી સમાજના પડતર પ્રશ્નો જેવાકે જલ, જંગલ , જમીન, ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ કરવા, શિક્ષણ રોજગારીના મુદ્દે, વનવાસી શબ્દ સરકારી પરિપત્ર પરથી દૂર કરવા, વિશ્વ આદિવાસી દિવસ ની જાહેર રજા જાહેર કરવા, ફ્રી શીપ કાર્ડની આવક મર્યાદા 2.5 લાખ ની જગ્યાએ 6.00 લાખ કરવી, જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી વિસ્તારોમાં અન્યાય કરવામાં આવે છે તે મુદ્દે આવનારા સમયમાં આદિવાસી પૂર્વ પટ્ટીમાં ગામડે ગામડે તાલુકા જિલ્લા મથકે આદિવાસી સમાજમાં પડતર પ્રશ્નો વિશે ધરણા પ્રદર્શન જેવા સરકાર સામેના વિરોધ કાર્યક્રમો કરવામાં આવશે તેમજ 13 સપ્ટેમ્બરના રોજ આદિવાસી સમાજના પ્રશ્નોને લઇ પૂર્વ પેટ્ટી અંબાજી થઈ ઉંબરગામ સુધી આદિવાસી હક અધિકાર સુરક્ષા યાત્રા કાઢવામાં આવશે.