Gujarat: ભરશિયાળે ચોમાસુ હોય તેવી સ્થિતી સર્જાઈ છે. અચાનક બદલાયેલા હવામાનને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યાં છે કેમકે, માવઠાને પગલે એરંડા, રાયડા ઉપરાંત તુવેરને નુકશાન થવાની શક્યતા છે. આ જોતા ચોમાસુ પાક નિષ્ફળ જતાં હવે શિયાળુ પાકમાં પણ ખેડૂતોને નુકસાન વેઠવુ પડે તેવી પરિસ્થિતી નિર્માણ થઇ છે.

Gujarat: એરંડામાં થુલિયા, રાયડામાં મેલો મશીનો રોગ વકર્યો, ઘઉં, જીરુ, તુવેરના પાકને પણ નુકસાન થશે

આ વર્ષે ભારે વરસાદને કારણે ચોમાસામાં ખેતી તહસનહસ થઈ હતી. વરસાદને લીધે ચોમાસુ પાક નિષ્ફળ જતાં સરકારે પેકેજ જાહેર કરીને ૨ કરીને ખેડૂતોને મદદ | કરવી પડી હતી. હવે જ્યારે ખેતરોમાં શિયાળુ પાક ઉભા છે ત્યારે ભરશિયાળે વાતાવરણ પલટાયુ છે. ગુજરાતના ઘણાં વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે હજુ માવઠુ થવાની આગાહી કરી છે. એક તરફ, વાદળછાયુ વાતાવરણ- ગાઢ ધુમ્મસને લીધે લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે જ્યારે બીજી તરફ, બદલાયેલાં હવામાનને લીધે ધેિ ખેડૂતોના મો પર ચિંતાની લકીર છવાઇ છે.

માવઠુ થતાં એરંડામાં ઇયળો પડવા માંડી છે. થુલિયાનો રોગ વકર્યો છે. આ ઉપરાંત રાયડામાં પણ મેલો મશી રોગને લીધે પાકને નુકશાન થાય તેમ છે. તુવેરમાં પણ ફુલો આવવાના સમયે કમોસમી વરસાદ વરસ્યો છે જેથી ખેતરોમાં ઉભા પાકને નુકશાનની દહેશત છે. ઘઉંમાં પણ ભેજનું પ્રમાણ વધતાં ગેરુ નામનો રોગ વકરશે.