Gujarat : ભારત દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાતમાં વિદેશી નાગરિકો ઘુષણખોરી કરી ગેર કાયદેસર વસવાટ કરી રહ્યા હોય એવા લોકોને શોધી કાઢવા માટે ગુજરાત પોલીસ દ્રારા એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અભિયાન હેઠળ વલસાડ પોલીસે હાથ ધરેલ તપાસમાં ઉમરગામ ખાતેથી 7 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. આ 7 બાંગ્લાદેશીઓમાં 6 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. જેઓ અલગ અલગ સમયે બાંગ્લાદેશથી નેપાળના રસ્તે પશ્ચિમ બંગાળથી ભારતમાં ઘૂસણખોરી કરી ઉમરગામમાં આવીને રહેતા હતાં.
આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉમરગામ પોલીસ સ્ટેશનના ગાંધીવાડી તથા દહેરી વિસ્તારમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કરી જરૂરી પુછપરછ તેમજ ચકાસણી કરતા હતા ત્યારે, (1) મોહમદ સુમાનઉદ્દીન ઉર્ફે સુમોન તજીબરમુલ્લા, (2) હિલાલ સોફીકુલ ખાન (3) મસુદ અબ્દુલ રહીમ રાના, (4) મોસરફ સફીકુલ કોદરઅલી ઇસ્લમ, (5) સાઈમ ઈલીયાસ નૂરલઇસ્લામ હસ્ન, (6) માસુદખાન બુલબુલ રજબઅલી ખાન, (7) રાનીબેગમ હાકીમઅલી અબ્દુલગની મિરદા નામના બાંગ્લાદેશના છ પુરૂષ તથા એક મહીલા ગેર કાયદેસર રીતે ભારત દેશમાં વસવાટ કરતા હોવાની હકીકત સામે આવી હતી.

આ બાંગ્લાદેશના નાગરીકોની પ્રાથમિક પુછપરછ કરતા તેઓ પોતાના દેશથી પ્રથમ નેપાળમાં થઇ ત્યાંથી પશ્ચિમ બંગાળની બોર્ડરથી ભારતમાં ઘુસણખોરી કરી હતી. અને ગેર કાયદેસર રીતે વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવ્યાં હતાં. અહીં તેઓ ગારમેન્ટની કંપનીઓમાં મજુરી કામ કરતા હતા. પકડાયેલ તમામ બાગ્લાદેશી નાગરિકો હાલમાં ભારત દેશમાં કયા ચોકકસ માર્ગેથી પ્રવેશ કરેલ તેમજ કોઇ દલાલની મદદથી બોર્ડર ક્રોસ કરેલ છે કે કેમ ? તે બાબતે સઘન પુછપરછ કરવામાં આવી રહેલ છે અને ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ સાતેય બાંગ્લાદેશીઓ સામેની કાર્યકહી અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓની વધુ પૂછપરછ માટે JIC માં મોકલવાનો બદલે વલસાડ જિલ્લામાં જ રાખી સઘન પૂછપરછ કરશે. અન્ય જન્સીઓ પણ તેની અહીં જ પૂછપરછ કરશે. અને તે બાદ તેઓને ડિપોર્ટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વિદેશી નાગરિકોની ગેરકાયદેસર ઘૂસણખોરીના આ અભિયાન હેઠળ વલસાડ જીલ્લામાં પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન તથા ભાર્ગવ પંડયા, I/C નાયબ પોલીસ અધિક્ષક, વાપી વિભાગ વાપીની રાહબરી હેઠળ વાપી ડીવીઝનના વાપી, ભિલાડ, ઉમરગામ, કપરાડા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ગેરકાયદેસર ઘુસણખોરી કરી ભારતમાં વસવાટ કરતા લોકોની શોધખોળ કરવાના સર્ચ ઓપરેશનના 2 દિવસમાં વાપી, ભિલાડ, ઉમરગામ ઔધોગિક વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં રહેતા આશરે 700 જેટલા શંકાસ્પદ ઇસમોને ચકાસી જરૂરી પુછપરછ હાથ ધરવામાં આવી હતી..
આ પણ વાંચો..
- Milk price hike: દૂધના ભાવમાં વધારો, મધર ડેરીએ પ્રતિ લિટર 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો
- Pakistan : જમ્મુના પરગલવાલ સેક્ટરમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
- IPL: વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયા માટે રમી શકશે નહીં! ICC ના આ નિયમે આપ્યો મોટો આંચકો
- Pakistan કરી રહ્યું છે સાયબર હુમલો, ભારતીય સેના સંબંધિત વેબસાઇટ્સ હેક કરવાનો કર્યો પ્રયાસ
- Pakistanનું આગામી વિભાજન પાણી પર થશે? જાણો કેમ સિંધના લોકો રસ્તા પર ઉતર્યા