Gujarat : અમરેલીના ગિરિયા રોડ પર આજે, 22 એપ્રિલ 2025ના રોજ, એક દુઃખદ વિમાન દુર્ઘટના ઘટી છે. વિઝન ફ્લાઈંગ ઇન્સ્ટિટ્યૂટના તાલીમ માટેના વિમાન VT-VDFનું રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં મહારાષ્ટ્રના તાલીમાર્થી પાયલટ અનિકેત મહાજનનું સ્થળ પર જ મોત થયું છે .

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન ક્રેશ થતાં જ બે બ્લાસ્ટ થયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, આગ પર કાબૂ મેળવ્યો અને બચાવ કામગીરી શરૂ કરી છે.

આ દુર્ઘટના અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં, એરપોર્ટની નજીક ઘટી હતી. વિમાન તૂટી પડતાં તે ઝાડ નીચે પડ્યું, જેના કારણે બે વાછરડાં પણ સળગી ગયા છે. 

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ મહેસાણા અને જામનગરમાં પણ પ્લેન ક્રેશની ઘટનાઓ બની હતી, જેનાથી વિમાન સુરક્ષા અંગે ચિંતા વધતી જાય છે .

આ પણ વાંચો..