Gujarat: ગુરુવારથી સાતમ આઠમની તહેવાર શ્રુંખલા સાથે મેળાની મૌસમ શરુ થઈ રહી છે, હાલ રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ ઘટી છે ત્યારે પૂર્વાનુમાન મૂજબ તહેવારોની શરુઆતમાં ભારે વરસાદની શક્યતા નથી. આજે રાજ્યમાં નવસારીના ખેરગામ અને ભાવનગરના તળાજામાં એક ઈંચ અને અન્ય ૧૦ તાલુકામાં ઝાપટાં સિવાય સાંજ સુધી અન્ય કોઈ સ્થળે વરસાદ નોંધાયો નથી અને આજે મૌસમ વિભાગની આગાહી મૂજબ એક સપ્તાહ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એકંદરે છૂટાછવાયા સ્થળે હળવા-મધ્યમ વરસાદ સિવાય મુશળધાર વરસાદની આગાહી નથી.
Gujarat: વરસાદના વિરામ સાથે ધૂપછાંવભર્યા હવામાનમાં તડકો નીકળતા તાપમાનનો | પારો ઉંચકાયો છે. અમદાવાદ, કંડલામાં પારો ૩૬ સે.એ પહોંચ્યો જયારે ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, વડોદરા, સુરત, ભૂજ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના સ્થળે પારો ૩૫ સ.ને પાર થયો હતો.
દક્ષિણ બાંગ્લાદેશ ઉપર લોપ્રેસર સર્જાતા તેનાપગલેઉત્તરાખંડ, જમ્મુ કશ્મીર, હિમાચલ | પ્રદેશ સહિતના સ્થળે વ્યાપક અને ભારે વરસાદની આગાહી છે, ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ તા.૨૧થી તા.૨૫ વ્યાપક વરસાદની આગાહી છે પરંતુ, ગુજરાત ઉપર હાલ કોઈ સીસ્ટમ એક્ટીવ નથી.
ગુજરાતમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં આવતીકાલ અને બુધવારે છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી અપાઈ છે અને તે સિવાયના બાકીના ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ કે ઝાપટાં છૂટાછવાયા સ્થળે વરસવાની આગાહી છે. એકંદરે સૌરાષ્ટ્રમાં આવતીકાલથી તા.૨૫ સુધી અને બાકીના ગુજરાતમાં તા. ૨૩થી ૨૫ હળવા-મધ્યમ વરસાદનું અનુમાન છે. આમ, તહેવારોમાં મુશળધાર વરસાદની આજના પરિબળો, સંજોગો મૂજબ સભા સ્થળ એ શક્યતા નથી ત્યારે હરવા ફરવાના સ્થળોએ ભારે ભીડ ઉમટવાની શક્યતા વધી છે.
વરસાદના વિરામ સાથે તડકો નીકળતા ગરમી વધીઃ અમદાવાદ ૩૬, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, ભૂજ, સુરેન્દ્રનગરમાં ૩૫ સે.પાર