Gujarat: માળિયાહાટીનાના તરુણ વિદ્યાર્થીનું ગોંડલ ખાતે હોસ્ટેલ સંચાલકોની બેદરકારીના કારણે મોત થયાના ધૂંધવાટ, વચ્ચે આજે રક્ષાબંધનના દિવસે બે બહેનોએ એકના એક ભાઈના મૃતદેહને રાખડી બાંધવી પડી હતી. આ કરૂણ દ્રશ્યોથી લોકો પોતાની આંખમાંથી આંસુ રોકી શક્યા ન હતા. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.

Gujarat: માળીયાહાટીનામાં રહેતા અને ગોવર્ધનનાથજીની હવેલીમાં મુખ્યાજી તરીકે સેવા આપતા લલિતભાઈ પાઠકને બે પુત્રી છે. તેમજ એક પુત્રશ્યામ ગોંડલની ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમા રહીને ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો, | પરંતુ ૧૭ વર્ષીય શ્યામને ઝાડા-ઉલ્ટી થયા બાદ હોસ્ટેલ સંચાલકોએ તેને બરાબર સારવાર અપાવવાના બદલે બીએચએમએસ તબીબ પાસે સારવાર કરાવી હતી. પરિવારને જાણ કરી ન હતી. આખરે ગઈકાલે હોસ્ટેલ સંચાલકોએ પરિવારને જાણ કરી હતી. ગઈકાલે રવિવારે કોઈ મદદ કરી ન હતી. ગઈકાલે રવિવાર હોવાથી કોઈ ડોક્ટરે હાથ પકડયો ન હતો અને આશાસ્પદ શ્યામનો જીવનદીપ બુઝાઈ ગયો હતો.

શ્યામના બે બહેનોએ પોતાના લાડકવાયા ભાઈ માટે રાખડી લઈને રાખી હતી, પરંતુ એકના એક ભાઈનું મોત થતા આજે રક્ષાબંધનના દિવસે બંને બહેનોએ ભાઈના મૃતદેહને રાખડી બાંધવી પડી હતી. આજે ગ્રામજનો વેપાર ધંધા બંધ રાખી આ તરૂણની અંતિમયાત્રામાં જોડાયા હતા. શ્યામને પિતરાઈ ભાઈ અને બંને બહેનોએ મુખાગ્નિ આપી હતી. આ સમયે બહેનોના આકંદથી ગમગીની વ્યાપી ગઈ હતી.

તરૂણની અંતિમયાત્રા વખતે માળિયા હાટીનામાં લોકો આંખમાંથી અશ્રુ રોકી ન શક્યા, શહેરીજનોએ બંધ પાળી શોક વ્યક્ત કર્યો.