ક્રાઈમ રેટ અને ગુંડાતત્વોના આતંક માટે સામાન્યતઃ UP અને બિહાર કુખ્યાત રાજ્ય છે. જો કે, આ યાદીમાં હવે Gujarat રાજ્ય  UP અને બિહારની સ્પર્ધામાં હોય તેવી સ્થિતિ છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળી રહી છે.

Gujaratમાં છેલ્લા કેટલાક વર્ષોથી ક્યાંક આર્થિક રીતે સંપન્ન પરીવારોના નબીરાઓ નશાનું સેવન કરી બેફામ કાર હંકારી લોકોને કચડી નાખે છે, તો ક્યાંક કોલેજોમાં જૂનિયર વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ રેગિંગનો ભોગ બની રહ્યા છે.

પોલીસ વિભાગ કાયદાની અમલવારીમાં નિષ્ફળ નીવળી રહી છે અને તેના કારણે ખુલ્લેઆમ અસામાજીક તત્વો આખેઆખો વિસ્તાર બાનમાં લે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. બાદમાં પોલીસ લાજ બચાવવા ખાતર જાહેરમાં આ તત્વોને ઢોર માર મારે અને તેમના મકાન તોડી અને ફરી જાતે જ કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરે તેવી પણ પરીસ્થિતિ જોવા મળી.

આ ગાંધીનું Gujarat છે. જ્યાં વર્ષોથી સરકારે દારૂબંધી અમલમાં મુકી છે. જો કે, દારૂ તો ખુલ્લેઆમ પોલીસના જ ભરણના ભારમાં ચાલતો હોવાનું આખા Gujaratમાં છુપુ નથી. પરંતુ દારૂબંધીની વાતો વચ્ચે ડ્રગ્સની દાણચોરી અને કરોડો રૂપિયાનો વેપાર પણ Gujarat માટે નવો નથી.

Gujarat પોલીસ કે Gujarat સરકાર દ્વારા ગુંડા તત્વોની યાદી મંગાવવાના બદલે વર્ષોથી એક જ પોલીસ મથકોમાં અડ્ડો જમાવીને બેઠેલા પોલીસ કર્મચારીઓનો 100-100 કિલોમીટર દૂર બદલીઓનો ગંજીફો ફૂંકી દે તો પણ Gujarat UP અને બિહાર બનવાની દિશામાંથી પરત ફરી જાય અને શાંતિ-સમૃદ્ધિ પુનઃ સ્થાપિત થાય તેમાં બેમત નથી.

છેલ્લા કેટલાક સમયથી બનેલી ક્રાઈમની મોટી ઘટનાઓ..

અમદાવાદમાં ડ્રગ્સની દાણચોરી:

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 3.45 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું. વિદેશથી ઓનલાઈન મંગાવેલા રમકડાની આડમાં સ્મગલીંગ કરવામાં આવી રહ્યું હતું.

અમદાવાદમાં આંગડિયા લૂંટ:

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એકસાથે બે મોટી લૂંટનો પર્દાફાશ કર્યો હતો. 2024ની લૂંટના આરોપીઓ શોધતા શોધતા 2023ની આંગડિયા લૂંટનો પણ ભેદ ઉકેલી નાંખ્યો હતો. 10 મી જુલાઈએ અમદાવાદના એલિસબ્રિજમાં બે આંગડિયાકર્મીઓ પર એરગનથી હુમલો કરી રૂપિયા 40 લાખની લૂંટ કરવામાં આવી હતી.

વડોદરામાં નશામાં ધૂત નબીરાનો અકસ્માત:

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બેફામ કાર ચાલક નબીરાએ અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

બનાસકાંઠામાં સામૂહિક બળાત્કાર:

બનાસકાંઠા જિલ્લામાં સાત લોકોએ એક કોલેજ સ્ટુડન્ટને તેના ન્યૂડ વીડિયો દ્વારા બ્લેકમેલ કરી અને લગભગ 16 મહિના સુધી તેની સાથે ઘણી વખત બળાત્કાર કર્યો હતો.

આ સિવાય પણ કેટલાક ચર્ચાસ્પદ ક્રાઈમ

અમદાવાદ જિલ્લાના ધંધુકાના પચ્છમ ગામની સરસ્વતી કુમાર છાત્રાલયમાં એક સગીર વિદ્યાર્થી પર સાથી વિદ્યાર્થીઓ દ્વારા અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી છાત્રાલયમાં સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણીનો વીડિયો પણ વાયરલ થયો હતો.

ખેડા જિલ્લામાં ખેડા ટાઉન પોલીસની હદમાં એક રીક્ષાચાલક વેપારીના 1 કરોડ રૂપિયા રોકડ લઈને અમદાવાદ જવા નીકળ્યો હતો. જ્યાં રસ્તામાં વેપારીના જ ભાગીદારે અસામાજીક તત્વો પાસે લૂંટ કરાવ્યાની ઘટના બની હતી. કચ્છના અંજાર તાલુકાના મેઘપર (બોરીચી) ખાતેના પારસ નગરમાં 23 વર્ષની યુવતીની તેના પ્રેમીએ હત્યા કરી હતી.

આ સિવાય ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી. જેમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ટર્ન ડોક્ટર્સને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ 8 સિનિયરો સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાને પગલે કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ 4 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હતા. રાજકોટમાં પણ રેગિંગની ઘટના સામે આવી હતી. જેમાં 8-9 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને રૂમમાં બંધ કરીને માર માર્યો હતો. જૂનાગઢમાં એક વિદ્યાર્થીએ રેગિંગની ફરિયાદ નોંધાવી હતી, જેમાં સિનિયર વિદ્યાર્થીઓએ તેને માર માર્યો હતો.

આ સિવાય પણ હત્યાથી માંડી અને દુષ્કર્મ તેમજ રેગિંગ અને લૂંટ, ખંડણીની ઘટનાઓ વધી છે. તો સાથોસાથ Gujaratમાં આર્થિક સંપન્ન પરીવારોના નબીરાઓ લક્ઝુરીયસ કાર લઈને નીકળે અને તેમણે નશો કર્યો હોય અને નશાની હાલતમાં ઓવરસ્પીડમાં પોતાની કાર જાહેર રોડ પર ગમે ત્યાં સાગમેટે ટોળાને ઉડાવી દે તેવી ઘટનાઓ પણ વધી છે.