Gujaratની પડોશમાં આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનું પ્રભુત્વ વધ્યું છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો એકાએક ૮ ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. માઉન્ટ આબુમાં માઇનસ ચાર જ્યારે ગુરૂ શિખરમાં માઇનસ ૬ ડિગ્રી તાપમાન પહોંચતાં પાતળી બરફની ચાદર છવાઈ હતી. હાલ ક્રિસમસ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં સહેલાણીઓ માઉન્ટ આબુના આહલાદક નજારાને માણવા પહોંચ્યા હતા.

Gujaratના ૧૨ શહેરમાં ૧૫ ડિગ્રીથી નીચું તાપમાન ૫.૬ ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર, રાજકોટમાં ૯.૩

છેલ્લા આઠેક દિવસથી વાદળછાયા, ૧૫ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. વાતાવરણમાં ઠંડી ઓછી પડતાં હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાન ટાર થી પાંચ ડિગ્રી રહ્યું હતું. વરસાદી માહોલની અસર ઓસરતાં જ માઉન્ટ આબુમાં ફરી ઠંડીએ પ્રભુત્વ વધાર્યું હતું. માઉન્ટ આબુમાં ૨૪મીએ ૩.૮, ૨૫મીએ ૩, ૨૯મીએ ૨.૯, ૨૭મીએ ૬ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું. ૨૮મી ડિસેમ્બરે ઠંડીમાં એકાએક વધારો થતાં તાપમાન ઘટીને માઇનસ ૪ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.

ઠંડીમાં ઠેકઠેકાણે બરફના થર છવાયા હતા. જેમાં બર્કતુલ્લાખાન પોલો ગ્રાઉન્ડમાં બરફ છવાતાં માઉન્ટ આબુની ધરતીએ સફેદ ચાદર ઓઢી હોય તૈવો નજારો જોવા મળ્યો હતો. દરમિયાન ગત રાતે ગુજરાતમાંથી નલિયા ૫.૬ ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું હતું. આગામી ૩ દિવસ નલિયાનું લઘુતમ તાપમાન ૬ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.

નલિયા ઉપરાંત ૧૨ શહેરમાં લઘુતમ તાપમાન જેમાં રાજકોટમાં ૯.૩ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩.૨ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ રાજકોટનું તાપમાન ૧૦ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે. અમદાવાદમાં ૧૫ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૨.૮ ડિગ્રી વધારે હતું. આગામી ૩ દિવસ અમદાવાદનું તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે.