Gujarat News: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ સક્રિય હવામાન પ્રણાલી વચ્ચે દેશના ઘણા ભાગોમાં હવામાન વધુ ખરાબ થયું છે. ખાસ કરીને ચેન્નાઈ અને તમિલનાડુના વિવિધ ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. Gujaratના વિવિધ ભાગોમાં પણ વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડાં અને ભારે પવન સાથે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, બંગાળની ખાડી પરનું દબાણ ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે 17 ઓક્ટોબરની સવાર સુધીમાં ચેન્નાઈ નજીક પુડુચેરી અને નેલ્લોર વચ્ચે ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. આ હવામાન પ્રણાલી વચ્ચે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, રાયલસીમા, દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ, કર્ણાટક, દક્ષિણ ગુજરાત પ્રદેશ, કોંકણ, પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસામમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સપ્તાહ દરમિયાન ગુજરાત પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ જ્યારે આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં જોવા મળી શકે છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત પ્રદેશના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ અને દીવ જિલ્લામાં છે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.