Gujarat: ખેડા જિલ્લાના ખેડાના શહેરમાં બસ સ્ટેશન સામે આવેલી રાઈસ મિલમાં આજે બપોરના સમયે ભીષણ ભાગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ એટલી ભયાનક હતી ધુમાડાના ગોટેગોટા વળી ગયા હતા. જેના પગલે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ રાઇસ મિલ નાગરિકોની ભરચક અવરજવરવાળા વિસ્તારમાં આવેલી હોવાથી આગ વધુ પ્રસરે નહીં તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.
આગની જાણ થતા જ ખેડા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગની વિકરાળતા જોતા નડિયાદથી પણ ફાયર ફાઈટરોની ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી. ખેડા અને નડિયાદની ફાયર બ્રિગેડની ટીમોએ યુદ્ધના ધોરણે આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી.

આગને કાબુમાં લેવા માટે ખેડા નગરપાલિકાની ટીમ પણ ફાયર બ્રિગેડ સાથે જોડાઈ હતી, અને નડિયાદ નગરપાલિકાની ટીમે પણ ખેડાની ટીમને મદદ પૂરી પાડી. બંને નગરપાલિકાઓના સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબુ મેળવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, આ આગની દૂર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જે એક રાહતની વાત છે. જોકે, રાઇસ મિલમાં મોટા પાયે નુકસાન થયું હોવાની આશંકા છે. આગ સંપૂર્ણપણે કાબુમાં આવ્યા બાદ નુકસાનનો અંદાજ લગાવવામાં આવશે.
આ ઘટનાને પગલે ખેડા બસ સ્ટેશન આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. આ ઘટના અંગે વધુ વિગતો અને આગનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો
- Mamata Banerjee બળાત્કારને યોગ્ય ઠેરવવાનું બંધ કરવું જોઈએ,” દુર્ગાપુર કેસ પર ભાજપ ટીએમસી પર જોરદાર પ્રહાર કરે છે
- Surat: સરકારી શાળામાં નોનવેજ પાર્ટી! દેવી સરસ્વતીની મૂર્તિને ઢાંકીને ચિકન અને મટન પીરસવામાં આવ્યું
- Breast cancer જાગૃતિ મહિનો: ગુજરાતમાં દરરોજ 32 થી વધુ કેસ નોંધાય છે
- Ahmedabad: સાબરમતીમાં ONGC ડ્રાઇવર પર હુમલો કરવા બદલ ચાર સામે ગુનો નોંધાયો
- Ahmedabad: પત્નીએ મહિનાઓ સુધી દુર્વ્યવહારનો અને પતિએ હુમલો કરવાનો આરોપ લગાવ્યો