Gujarat : ડુંગરી ફળિયા વિસ્તારમાં મંગળવારે સવારે ચિંતી કપડાંના વેસ્ટ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા અરેરાટીનો માહોલ સર્જાયો હતો. થોડી જ વારમાં આગે આજુબાજુના 7 કરતાં વધુ કબાડના ગોડાઉનોને ઝપેટમાં લઈ લીધા હતા.

ઘટના સ્થળેથી ઊઠતા ઘનધંધ ધુમાડાના વાદળો દૂર સુધી દેખાયા અને આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. આગ બુઝાવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો

સ્થાનિક નાગરિકોએ આરોપ મૂક્યો છે કે મહાનગર પાલિકાને આગ લાગવાના સંકેત વિશે અગાઉથી જાણ કરવામાં આવી હતી છતાં કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યા નહોતા. બાગરીયા (ગોડાઉન ચાલકો) ખૂલ્લામખુલ્લા નિયમોનો ભંગ કરતાં દેખાયા.

હાલમાં આગ લાગવાના કારણે તપાસ હેઠળ છે. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ લાખો રૂપિયાનો માલ બળીને ખાક થયો છે. આ ઘટનાથી પ્રશાસન અને ગોડાઉન વ્યવસ્થામાં રહેલી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હવે જોવાનું રહેશે કે મહાનગર પાલિકા આ ઘટનાને પગલે કઈક કડક પગલાં લે છે કે પછી આવી ઘટનાઓ ફરીથી બનતી રહેશે.

આ પણ વાંચો..