Gujarat : જમ્મુ-કાશ્મીરમાં પહલગામ હુમલાના બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ હતી. આ હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે રહેતા ઘુસણખોરો સામે સરકારે લાલ આંખ કરી હતી. જેને લઈને અમદાવાદના ચંડોળા સહિત રાજ્યના અનેક જિલ્લામાંથી ઘુસણખોરોને વીણી-વીણીને શોધી કાઢ્યા હતાં. ત્યારબાદ તેમના ગેરકાયદે રહેઠાણો પર પણ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. એવામાં હવે રાજ્યભરમાંથી પકડેલાં 300 જેટલાં બાંગ્લાદેશીઓના ડિપોર્ટેશનની કવાયત હાથ ધરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બાંગ્લાદેશીઓને એરક્રાફ્ટ મારફતે તેમના દેશ પરત મોકલી દેવાયા છે.
અમદાવાદ-સુરતમાંથી ઝડપાયા બાંગ્લાદેશી
ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડવા માટે અમદાવાદ, સુરત જેવા જિલ્લામાં આપરેશન હાથ ધરાયું હતું. આ ઓપરેશનનમાં અમદાવાદમાંથી 800 અને સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતાં. આ તમામની અટકાયત કરી તેમના દસ્તાવેજો તપાસતા તેઓ બાંગ્લાદેશ છે અને ગેરકાયદે ઘુસણખોરી કરી રહેતા હતાં તેની પુષ્ટિ કરાઈ હતી. સુરતના 134માંથી 90 વ્યક્તિએ ગેરકાયદે ઘુસણખોરી કરી હોવાની પુષ્ટિ થઈ હતી. બીજી બાજું અમદાવાદમાં 800માંથી 200 જેટલા લોકો ગેરકાયદે ઘુસણખોરી કરવાનું સામે આવ્યું હતું. આ તમામને ગુપ્ત રીતે રાજ્ય સરકારે પોતાના વતન પરત મોકલી દીધા છે.
હવાઈ માર્ગે કરાયા ડિપોર્ટ
મળતી માહિતી મુજબ, ગુજરાત પોલીસે બાંગ્લાદેશીઓને વતન પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ આખુંય ઓપરેશન રાજ્ય સરકારની સીધી સૂચનાથી ગુપ્ત રીતે કરવામાં આવ્ચું હતું. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાંથી બાંગ્લાદેશીઓને બસમાં ભરીને એસ્કોટિંગ સાથે વડોદરા લઈ જવાયા હતાં અને ત્યારબાદ ત્યાંથી તેમને હવાઈ માર્ગે ડિપોર્ટ કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો..
- IPL 2025 : દિલ્હી અને પંજાબની મેચ ધર્મશાળામાં નહીં રમાય, લેવાયો આ નિર્ણય
- કન્નડ વિવાદોમાં ફસાયેલા Sonu Nigam ને લાગ્યો આંચકો, માફી માંગવાથી પણ કામ ન આવ્યું
- America એ હૂતીઓઅંગે મોટો નિર્ણય લીધો, જાણો ટ્રમ્પના નવા આદેશથી ઇઝરાયલને લાગ્યો આંચકો
- Pakistan ભારતના 15 શહેરો પર ડ્રોન અને મિસાઇલો છોડ્યા, આ રીતે S-400 એર ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ ગઈ
- Gujarat : પોલીસની મોટી કાર્યવાહી, 300 જેટલાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને કર્યા ડિપોર્ટ