Gujaratના ત્રણ જિલ્લાની સરહદ નજીક આવેલા વણાકબોરી ડેમમાં આજે બપોરના સુમારે 2 લોકો ડૂબ્યા હોવાની વિગતો સામે આવી હતી. મહુધાના સાળો અને બનેવી અત્રે ડૂબ્યા હોવાની માહિતી છે. જ્યાં એકનો મૃતદેહ મળ્યો છે, બીજાની શોધખોળ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ Gujaratના મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવતા વણાકબોરી ડેમમાં આજે ન્હાવા ગયેલા મહુધાના સાળો અને બનેવી એકાએક ડૂબ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી છે, તો સ્થાનિક પોલીસ પણ સ્થળ પર આવી ગઈ છે.

Gujaratના વણાકબોરી વિયરમાં બંને યુવક એકાએક ડૂબ્યા હતા. બંને યુવકો ખેડા જિલ્લાના મહીસાગરના રહેવાસી હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો નદીમાં ન્હાવા આવ્યા હતા, તે પૈકી આ બંને યુવાનો ડૂબી ગયા છે. 

ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીમાં આ મૃતદેહોને શોધવાની કામગીરી આરંભાઈ હતી, જેમાં એકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે અન્ય એકની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો..