Gujarat : નડિયાદની એક પરણિત મહિલાની છેડતી કરી અને તેની પર દબાણ કરી અપહરણ કરવા સહિત ત્રાસ આપવાની બિના સામે આવી છે. આ ગુનામાં આરોપી અન્ય કોઈ નહીં, પરંતુ અગાઉ લવજેહાદ સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત માસુમ મહિડાનું કૃત્ય છે. પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે અને હાલ મહિલા પોલીસ કર્મીઓએ આ માસુમ મહિડાનું રીકન્સ્ટ્રક્શન કર્યુ છે.

કુખ્યાત માસુમ મહિડા સામે એક પરણિત મહિલાએ છેડતીની ફરીયાદ નોંધાવી છે. પોલીસે તુરંત આ ફરીયાદના આધારે માસુમના ઘરે પહોંચી છે અને મહિલા પોલીસ કર્મચારીઓ આ માસુમ મહિડાને લઈ રીકન્ટ્ર્ક્શન કર્યુ હતુ. રીકન્સ્ટ્રક્શન કાઢીને માસુમને વલ્લભનગરથી તેના મકાનમાં અને ત્યાંથી તેના ટુંડેલ નજીકના ફાર્મ હાઉસમાં લઈ જઈ રીકન્ટ્ર્ક્શન અને પંચનામુ કર્યુ હતુ.
ભોળવીને નંબર મેળવ્યો
પીડિતાએ નોંધાવેલી ફરીયાદ મુજબ તે જાન્યુઆરી મહિનામાં પોતાનું વાહન લઈ ઘરેથી નીકળ્યા તે દરમિયાન ઇડન ગાર્ડન વિસ્તારમાં રહેતા માસુમ કાલુભાઇ મહીડાએ રસ્તામાં ઉભી રાખી તેમનું નામ પૂછ્યુ હતુ. બાદમાં પીડિતાને તેના પતિનું નામ જણાવી અને તેમના પતિ ખૂબ મોટી રકમના દેવામાં ફસાઈ ગયો છે અને તે તકલીફમાં મૂકાઈ જશે, તેમ જણાવી વાત કરવી છે, તેમ કહ્યુ હતુ. પીડિતાએ પૂછતા માસુમે જણાવ્યુ હતુ કે, અત્યારે મારી પાસે સમય નથી તમે તમારો નંબર આપો પછી હું તમને મોડા જણાવીશ, તેમ કરી પીડિતાનો નંબર મેળવ્યો હતો.
અપહરણ કરી બળજબરી કરી
તે બાદ ચારેક દિવસ પછી માસુમે પીડિતાના નંબર અને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યા હતા. તેમજ અવાર નવાર મેસેજ કરતો હતો. પીડિતા જવાબ ન આપે તો આ માસુમ તેની ગાડી લઈ અને તેના ઘર પાસે આંટા મારતો હતો. માર્ચ મહિનામાં પીડિતા માઈ મંદિર ખાતે દર્શન કરવા નીકળી ત્યારે માસુમે પાછળ ગાડી લઈ આવીને હાથ પકડી તીને ગાડીમાં બેસાડી દીધી હતી. તેમજ પીડિતાની મરજી વિરુદ્ધ તેની પર બળજબરી કરી અને બાથમાં લઈ લીધી હતી અને સેલ્ફી પાડી હતી. પીડિતાએ બુમાબુમ કરવાની બીક બતાવતા તેને ઉતારીને માસુમ ચાલ્યો ગયો હતો. આ મુજબ 5 મે, 2025 સુધી પીડિતાને અવાર-નવાર અપહરણ કરી અને બળજબરી કરવા ઉપરાંત પરીવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. અંતે આ મામલે હવે પશ્ચિમ મથકે ગુનો નોંધાતા પોલીસે આરોપીના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
મહિલા સાથે અભદ્ર વર્તન કર્યુ
1 મે, 2025ના દિવસે સાંજે પીડિતા આઠેક વાગે પવનચક્કી રોડ તરફ ચાલીને જતી હતી, તે વખતે આ માસુમ મહિડાએ તેની બ્લેક કલરની વર્ના ગાડી પાછળ આવી અને ગાડીમાં નહિ બેસે તો તારી સેલ્ફી અને ફોટા વાયરલ કરી દઇશ તેમ ધમકી આપી હતી. બાદમાં પીડિતા આ સેલ્ફી ડીલીટ કરાવવા ગાડીમાં બેઠી હતી. જ્યાં માસુમ મહીડાએ પીડિતાને જણાવ્યુ હતુ કે, તું બહુ સરસ લાગુ છુ. તેમ કહી પીડિતા બળજબરીથી ગળુ પકડી મને તેના તરફ ખેંચીને તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કર્યા હતા અને કપડા કાઢી નાખવા પ્રયાસ કર્યા હતા.
પીડિતાએ છૂટવાનો પ્રયાસ કર્યો તો પરીવારને પતાવી દેવાની ધમકી આપી
માસુમ મહીડાએ પવનચક્કી રોડ પર પીડિતાનું અપહરણ કર્યુ હતુ. તે બાદ પીડિતાએ ભીંસમાંથી છુંટવા ખૂબ જ પ્રયત્ન કર્યા હતા તે દરમિયાન માસુમે પીડિતાને ધમકાવી હતી અને કોઈને આ અંગે જણાવે તો તેના પતિનો અકસ્માત કરાવવાની અને પીડિતાના બાળકો પર એસિડ છાંટી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો..
- Assam માં ફરી હિંસા ભડકી, 2 લોકોના મોત, 38 પોલીસકર્મીઓ સહિત 45 ઘાયલ; બે જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ
- New Zealand માં શીખ ધાર્મિક શોભાયાત્રા બંધ, વિરોધીઓ કહે છે, “આ ભારત નથી.”
- Navneet rana: ત્રણ થી ચાર બાળકો પેદા કરો, જેથી ભારતમાં ધર્મનો વિકાસ થાય…,” ભાજપ નેતા નવનીત રાણાની અપીલ
- US Defense Department ના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીને 100 થી વધુ પરમાણુ મિસાઇલો ક્યાં લોડ કરી
- US અત્યાર સુધીનું સૌથી ઘાતક યુદ્ધ જહાજ બનાવી રહ્યું છે, જે કોઈપણ યુદ્ધ જહાજ કરતાં 100 ગણું વધુ શક્તિશાળી





