Gujarat: ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેના અંતર્ગત, રાજ્યમાં ઝોનલ માળખામાં કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ શરૂ કરવામાં આવશે, જે ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર કડક નિયંત્રણ લાવશે. આ યુનિટ્સની સ્થાપનાથી રાજ્યમાં ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનશે.
ડ્રગ્સ સામે લડાઈમાં મજબૂત પગલું
હાલની નાર્કોટિક્સ સેલને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આ ANTF યુનિટ્સ ઉભી કરી છે, જેમાં 1 એસ.પી., 6 ડીવાયએસપી અને 13 પીઆઇ સહિત કુલ 177 નવા અધિકારીઓને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ નાર્કોટિક્સ સેલમાં માત્ર 34 અધિકારી કાર્યરત હતા, જે હવે ANTF શરૂ થવાથી 211 અધિકારી-કર્મચારીઓ પર્યાપ્ત રહેશે. આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુનિટ્સનું સંચાલન અને સુપરવિઝન સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા થશે.
ANTF યુનિટ્સ માટે મહત્વપૂર્ણ નિર્ણય
નવાં ANTF યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સના નેટવર્કને તોડવામાં મદદ કરશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ યુનિટ્સ રાજ્યમાં નાર્કોટિક્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે આધુનિક સ્તરે કાર્યવાહી કરશે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, ઝોનલ પોલીસ સ્ટેશનો સાથે સહકારથી ગુનાઓની તપાસ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવશે અને આરોપીઓને કડક સજા અપાવવા સરળતા રહેશે. આ પગલું ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પને બળ આપશે અને ડ્રગ્સ સામેની લડાઈમાં ઐતિહાસિક બની રહેશે.
ANTF યુનિટ્સની મુખ્ય વિશેષતાઓ
તપાસમાં સુપરવિઝન: સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા NDPS કેસોની તપાસમાં ‘ટોપ ટુ બોટમ’ અને ‘બોટમ ટુ ટોપ’ અભિગમ અપનાવવામાં આવશે, જેમાં ANTF યુનિટનું સુપરવિઝન અસરકારક સાબિત થશે.
ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ: નવા યુનિટ્સમાં ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ કાર્યરત રહેશે. આ યુનિટ્સ NDPS ગુનાઓના તત્વો, સિન્ડિકેટ માળખું અને ઇન્ટર-સ્ટેટ નાર્કો ઓફેન્ડર્સ વિશે માહિતી એકત્રિત કરશે. ડેટા આધારિત વિશ્લેષણથી ANTF યુનિટો સઘન અને અસરકારક કાર્યવાહી કરશે.
PIT NDPS કાર્યવાહી: જેમ PASA હેઠળ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થાય છે, તે જ રીતે NDPS ગુનાઓ માટે PIT NDPS હેઠળ કાર્યવાહી થશે. ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટની મદદથી ANTF યુનિટો હવે ડ્રગ્સ માફિયાઓ સામે ઝડપથી અને કડક પગલાં ઉઠાવી શકશે.
આ પણ વાંચો
- Aap: ન્યાય માંગતા SSC વિદ્યાર્થીઓ પર ભાજપનો તાનાશાહીનો હુમલો, રાતના અંધારામાં લાકડીઓથી માર મારવામાં આવ્યો – અરવિંદ કેજરીવાલનો સવાલ
- Ahmedabad: સાબરમતી નદી પાસે ન જવા કલેક્ટરે નાગરિકોને કરી અપીલ, માણસા અને ગાંધીનગરના 28 ગામોમાં એલર્ટ જાહેર
- Surat: વિસર્જન પછી માત્ર 20 મિનિટમાં ઓગળતી સુરતના કલાકારે બનાવી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ
- Ahmedabad: દુકાનદારોની માંગ, ભાડાની કોમર્શિયલ મિલકતો પર ડબલ મિલકત વેરો વસૂલવાનું બંધ કરો..
- ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી IADWS જોઈને ચીન નારાજ, ગ્લોબલ ટાઇમ્સે કહ્યું – વાસ્તવિક યુદ્ધમાં તાકાત જાણી શકાશે