Gujarat High Court News: ગુજરાત હાઈકોર્ટના વકીલોએ ન્યાયાધીશ માટે હડતાળનું એલાન આપ્યું છે. ‘બાર એન્ડ બેન્ચ’ના અહેવાલ મુજબ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHCAA) એ ન્યાયાધીશ સંદીપ એન. ભટને ગુજરાત હાઈકોર્ટમાંથી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પ્રસ્તાવિત ટ્રાન્સફરના વિરોધમાં અનિશ્ચિત સમય માટે કોર્ટનું કામકાજ ન ચલાવવાનો નિર્ણય લીધો છે.

‘બાર એન્ડ બેન્ચ’ના અહેવાલમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ ન્યાયાધીશ ભટ સહિત 14 હાઇકોર્ટના ન્યાયાધીશોના ટ્રાન્સફર પર વિચાર કરી રહ્યું છે. જોકે, એ પણ નોંધનીય છે કે કોલેજિયમે પ્રસ્તાવિત ટ્રાન્સફર અંગે હજુ સુધી કોઈ જાહેર નિવેદન જારી કર્યું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત ટ્રાન્સફરની યાદી એક કે બે દિવસમાં કેન્દ્ર સરકારને મોકલવામાં આવે તે પહેલાં માત્ર નાની ઔપચારિકતાઓ બાકી છે. ટ્રાન્સફરની અફવાઓ સંબંધિત સમાચાર સામે આવ્યા બાદ Gujarat હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHCAA) એ મંગળવારે બપોરે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો.

એક અસાધારણ જનરલ બોડી મીટિંગમાં GHCAA એ કોર્ટના કામકાજનો અનિશ્ચિત સમય માટે બહિષ્કાર કરવા ઉપરાંત એ પણ નિર્ણય લીધો કે GHCAA ના પ્રમુખ બ્રિજેશ જે. ત્રિવેદી, વરિષ્ઠ વકીલો મિહિર જોશી અને અસીમ પંડ્યા, વકીલો હાર્દિક બ્રહ્મભટ્ટ અને દીપેન દવેનું પ્રતિનિધિમંડળ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર પ્રસ્તાવ રદ કરવાની માંગણી કરતું મેમોરેન્ડમ સુપરત કરશે.