Gujarat: લાંબા વિરામ બાદ, ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાએ ભારે વરસાદ શરૂ કર્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં સતત ચોથા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ.
કલ્યાણપુરમાં 10.75 ઇંચ વરસાદ
24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 10.75 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે કલ્યાણપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, શહેરના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદ સાથે પવનના જોરદાર ઝાપટાને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
કલ્યાણપુર, પાનેલી, ભાટિયા, રાવલ, ટંકારીયા અને અન્ય ગામોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ વરસાદ મગફળી જેવા પાક માટે વરદાન સાબિત થયો છે. એકંદરે, કલ્યાણપુર તાલુકામાં વ્યાપક સારો વરસાદ થયો છે.
વિવિધ પ્રદેશોમાં વરસાદના આંકડા
કલ્યાણપુર ઉપરાંત, દ્વારકામાં ૬.૦૨ ઇંચ, પોરબંદરમાં ૩.૯૪ ઇંચ, રાણાવાવમાં ૨.૨૪ ઇંચ, જૂનાગઢમાં માંગરોળમાં ૩.૭૪ ઇંચ, ગીર સોમનાથમાં સુત્રાપાડામાં ૩.૩૫ ઇંચ, ઉનામાં ૨.૯૧ ઇંચ, વેરાવળમાં ૨.૨૮ ઇંચ અને ગીર ગઢડામાં ૧.૨૬ ઇંચ વરસાદ પડ્યો. એકંદરે, રાજ્યના લગભગ ૪૧ તાલુકાઓમાં ૧ થી ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વિવિધ જિલ્લાઓમાં રેડ, ઑરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
13 જિલ્લામાં રેડ એલર્ટ
મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા-નગર હવેલી અને દમણમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
6 જિલ્લામાં ઑરેન્જ એલર્ટ
રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરુચ, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવાઈ છે. આ વિસ્તારોમાં લોકો સાવચેત રહે તેવી ચેતવણી સાથે ઑરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
17 જિલ્લામાં યલો એલર્ટ
કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો
- Sports: હોકી એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 18 ખેલાડીઓને મળ્યું સ્થાન, હરમનપ્રીત સિંહને મળી કેપ્ટનશીપ
- Junagadh: મેંદરડામાં આભ ફાટ્યું: 4 કલાકમાં 10 ઇંચ વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર
- Panchmahal: ગામની વસ્તીથી વધારે લગ્ન નોંધાયા, નાની વયની યુવતીઓને ભગાડવાનું કૌભાંડ બહાર આવ્યું!
- Saurashtra: સૌરાષ્ટ્રના દરીયાકાંઠાના જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ: દેવભૂમી દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ
- Gujarat: દિલ્હી CMને લાફો ઝીંકનારનો ખુલાસો : આરોપી રાજકોટનો ગુજરાતી હોવાનું બહાર આવ્યું