Gujarat: લોધિકા તાલુકા કક્ષાના લોધિકા ગામે સરકારી પશુ દવાખાનામાં છેલ્લા બે વર્ષ થયા પશુ ડોક્ટરની જગ્યા ખાલી છે. જેથી લોધિકા અને આસપાસના ગામોના પશુપાલકો જ્યારે તેમના પશુઓ બીમાર પડે છે. ત્યારે પશુ ડોક્ટરના અભાવે પરેશાની ભોગવે છે. ગૌશાળા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં પશુઓ માટે નાછૂટકે ખાનગી પશુ ડોક્ટરનો સહારો લેવાની આવતી નોબત.

Gujarat: આ અંગે તાલુકા શિવસેનાના પ્રમુખ, ઉકેલ આવતો નથી. ઉપ-પ્રમુખ, મહામંત્રી વગેરેએ રજૂઆતમાં જણાવ્યા મુજબ લોધિકા ગામે તાલુકા કક્ષાનું પશુ દવાખાનું આવેલું છે. લોધિકા સહિત આસપાસના ખેડૂતો અને માલધારીઓ મોટા પ્રમાણમાં છે. આ ઉપરાંત અહીં લોધિકા ગામમાં વિશાળ ગૌશાળા આવેલી છે. જેમાં ગાયો અને રખડતા પશુઓને સાચવવામાં આવે છે. જ્યારે આ ગૌશાળામાં પશુ બીમાર પડે છે. ત્યારે પશુ ડોક્ટરના અભાવે મુશ્કેલી પડે છે અનેક રજૂઆતો છતાં આ પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી.

લોધિકા અને આસપાસના ગામના લોકોમાં ઘણા પરિવારોની આજીવિકાનું મુખ્ય સાધન દૂધ ઉત્પાદન અને વેચાણ છે. જ્યારે પશુઓ બીમાર પડે છે. ત્યારે ખાનગી પશુ ડોક્ટરોનો સહારો લેવો પડે છે. ત્યારે લાંબા સમયથી પશુ દવાખાનામાં ડોક્ટરની જગ્યા ભરવાની જરૂર હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. વહેલી તકે આ પ્રશ્નનો હલ થાય તેવી લોકોની રજૂઆત છે.