Gujarat: ગુજરાતના કચ્છમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર કચ્છના દુધઇ નજીક હોવાનું કહેવાય છે.
ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આ આંચકા આજે સાંજે 4.37 કલાકે અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.8 હોવાનું કહેવાય છે. ભૂકંપનું કેન્દ્ર કચ્છના દુધઇ નજીક હોવાનું કહેવાય છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) એ આ જાણકારી આપી છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મિક રિસર્ચ (ISR) એ જણાવ્યું હતું કે શનિવારે સાંજે 4:37 વાગ્યે ગુજરાતના કચ્છ જિલ્લામાં 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કચ્છના દુધઈ નજીક નવલખા રણમાં ભૂકંપનું કેન્દ્ર જમીનથી 25 કિલોમીટર નીચે નોંધાયું હતું. તે કચ્છમાં દુધઇથી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં આશરે 28 કિલોમીટર દૂર સ્થિત હતું. જો કે, વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ભૂકંપ દરમિયાન કોઈના જાન-માલને નુકસાન થયું નથી.
છેલ્લા એક સપ્તાહમાં આ ચોથો ભૂકંપ હતો.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR)ના ડેટા અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં આ ચોથો ભૂકંપ છે. અગાઉ, 3 જાન્યુઆરીએ સાંજે 6:10 વાગ્યે, સૌરાષ્ટ્રના દક્ષિણ-પૂર્વમાં 3 KM દૂર ભૂકંપના હળવા આંચકા પણ અનુભવાયા હતા. તેની તીવ્રતા 2.5 રિએક્ટ સ્કેલ પર માપવામાં આવી હતી. અગાઉ એ જ દિવસે સાંજે 4.16 કલાકે 2.8ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર કચ્છના રાપરથી 24 કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં હતું.
તે જ સમયે, નવા વર્ષના દિવસે, 1 જાન્યુઆરીએ, સવારે અને મોડી સાંજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો આંચકો સવારે 10.24 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર કચ્છના ભચાઉથી 23 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં આવેલું હતું. તેની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. રાત્રે 8:39 કલાકે ફરીથી 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર સૌરાષ્ટ્રમાં તાલાલાથી 15 KM ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. આ સિવાય 29 ડિસેમ્બર 2024ની સવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર કચ્છના ભચાઉથી 18 KM ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું.