Gujarat : ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામમાં દરિયાઈ ખાડીનો વિસ્તાર આવેલો છે. જેમાં મોટા પ્રમાણમાં મૅગ્રોવ્ઝ આવેલા છે. ખરાપટની જમીનમાં હાલ એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે. જે માટે સેલવાસ અને વાપીનો ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી તેના પર માટી પુરાણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ અંગેની જાણકારી મળ્યા બાદ સરીગામ GPCBએ તપાસ હાથ ધરી ગ્રામ પંચાયતને શૉ કોઝ નોટિસ ઇસ્યુ કરી છે.

ગ્રામ પંચાયત દ્વારા વાપી-સેલવાસના ડોમેસ્ટિક વેસ્ટને કલેક્ટ કરવાનું કામ કરતા શખ્સને તેનું પુરાણ કરવા મંજૂરી આપી હતી. જે બાદ આ ખારલેન્ડમાં ડમ્પર, ટ્રક મારફતે ડોમેસ્ટિક/પ્લાસ્ટિક વેસ્ટ ઠાલવી JCB વડે નજીકની માટી તેના પર નાખી પુરાણ કરવામાં આવ્યું છે.

ઉમરગામના આ ગામમાં ચેર (મૅગ્રોવ્ઝ)નું નિકંદન? દરિયાના ખારાપટમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા વાપી-સેલવાસનો ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી કરાઈ રહ્યું છે માટીથી પુરાણ, તંત્રની અને પંચાયતની મંજૂરી કે, કૌભાંડ?

હાલમાં ગુજરાત સરકાર અને ફોરેસ્ટ વિભાગ તરફથી અપાયેલા રિપોર્ટ મુજબ ગુજરાતમાં જામનગર જિલ્લામાં મૅગ્રોવ્ઝના જંગલમાં વધારો થયો છે. જ્યારે વલસાડ જિલ્લામાં મૅગ્રોવ્ઝના જંગલમાં ઘટાડો નોંધાયો છે. રીપોર્ટને સાચો ઠરાવતો એક કિસ્સો પણ સામે આવ્યો છે. જે ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામનો છે.
આ ગામમાં દરિયાઈ ખાડીનો વિસ્તાર આવેલો છે. જેમાં મોટા પ્રમાણમાં મૅગ્રોવ્ઝ આવેલા છે. એ ખરાપટ ની જમીનમાં હાલ એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે. જે માટે સેલવાસ અને વાપીનો ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી તેના પર માટી પુરાણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.

ગ્રામ પંચાયત દ્વારા વાપી-સેલવાસના ડોમેસ્ટિક વેસ્ટને કલેક્ટ કરવાનું કામ કરતા શખ્સને તેનું પુરાણ કરવા મંજૂરી આપી છે. જે આ ખારલેન્ડ માં પોતાના ડમ્પર, ટ્રક મારફતે ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી પોતાના જ JCB વડે નજીકની માટી તેના પર નાખી પુરાણ કરી રહ્યો છે. 

આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા આ ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી પુરાણ કરવા પંચાયતમાં ઠરાવ કર્યો છે. અને જે ખારોપાટ છે તે જમીન મંડળીની છે. જો કે, તે અંગેના કોઈ જ પુરાવા સરપંચે કે સભ્યોએ આપ્યા નથી. 

આ જમીન કોઈ મંડળીની છે કે પછી દરિયાઈ ખારોપાટ છે. ચેર વૃક્ષ હતા કે નહીં તે અંગે વધુ વિગતો મેળવવા ઉમરગામ મામલતદાર, ફોરેસ્ટ વિભાગનો ટેલિફોનિક સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અધિકારીઓએ કોલ રિસીવ કરવાની તસ્દી નહિ લેતા વધુ વિગતો મળી નથી. જેથી આ સમગ્ર મામલે તંત્ર અંધારામાં છે? કે આંખ આડા કાન કર્યા છે? કે આ એક મોટું કૌભાંડ છે તે તપાસનો વિષય છે.

ઉલ્લેખનીય છે કે, દેશના મેંગ્રૂવ્સના જંગલોમાં સૌથી મોટો હિસ્સો પશ્ચિમ બંગાળ ધરાવે છે. જે  કુલ આવરણના 42.45 ટકા હિસ્સો ધરાવે છે, ત્યારબાદ ગુજરાત (23.32 ટકા) સાથે બીજા ક્રમે છે. ભારતે મેંગ્રૂવ્સ સંરક્ષણની ખાતરી કરવા માટે કડક કાનૂની માળખાની શ્રેણી અમલમાં મૂકી છે:

પર્યાવરણ (સંરક્ષણ) ધારા, 1986 હેઠળ દરિયાકિનારાનાં નિયમન ઝોન (સીઆરઝેડ) જાહેરનામું, 2019માં મેંગ્રૂવ્સને પારિસ્થિતિક દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો (ઇએસએની) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. જે 50 મીટરનાં બફર ઝોનની અંદર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકે  છે, જ્યાં મેંગ્રોવનું આવરણ 1,000 ચોરસ મીટરથી વધારે હોય છે. વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, 1972, ભારતીય વન અધિનિયમ, 1927 અને જૈવિક વિવિધતા અધિનિયમ, 2002 હેઠળ વધારાની સુરક્ષા પણ પ્રદાન કરી છે.

આ પણ વાંચો..