Gujarat: અમદાવાદમાં રવિવારે પંજાબી ગાયક દિલજીત દોસાંજનો લાઈવ કોન્સર્ટ યોજાવાનો છે પણ આશ્ચર્યજનક રીતે | ગુજરાત સરકાર દ્વારા દોસાંજના કાર્યક્રમ અંગે કોઈ સૂચના બહાર પાડવામાં આવી નથી. બીજાં શહેરોમાં દોસાંજને આલ્કોહોલ, ડ્રગ્સ અને હિંસાને પ્રમોટ કરતાં ગીતો સ્ટેજ પરથી નહીં ગાવાની તેમજ બાળકોને સ્ટેજ પર નહીં લાવવાની સ્પષ્ટ સૂચના આપતો આદેશ રાજ્ય સરકાર દ્વારા નોટિસના રૂપમાં દોસાંજ અને કાર્યક્રમના આયોજકોને અપાયો છે પણ ગુજરાત સરકાર આ મુદ્દે મૌન છે.
Gujarat: અમદાવાદના લાઈવ કોન્સર્ટ પહેલાં દોસાંજે તેલંગાણાના સાઈબરાબાદમાં | લાઈવ કોન્સર્ટ કરી હતી. આ કોન્સર્ટ પહેલાં તેલંગાણા સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કાર્યક્રના આયોજકો અને દિલજીત દોસાંજને વ્યક્તિગત રીતે પણ નોટિસ આપીને સ્ટેજ પર બાળકોનો ઉપયોગ નહીં કરવા કે આલ્કોહોલ, ડ્રગ્સ અને હિંસાને પ્રમોટ કરતાં ગીતો ગાવા સ્પષ્ટ રીતે કહેવાયું હતું.
નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝન દ્વારા નક્કી કરાયેલી ગાઈડલાઈન પ્રમાણે પુખ્ત વયની વ્યક્તિઓ માટે ૧૪૦ ડેસિબલથી વધારે જ્યારે બાળકો માટે ૧૨૦ ડેસિબલથી વધારે અવાજ આરોગ્ય માટે હાનિકારક છે. લાઈવ કોન્સર્ટમાં સ્ટેજ પરનો અવાજ ૧૫૦ ડેસિબલથી વધારે હોય છે. આ ઉપરાંત સ્ટેજ પરની ફ્લેશલાઈટ્સ પણ બાળકો માટે અત્યંત હાનિકારક હોય છે તેથી બાળકોને સ્ટેજ પર લાવીને તેમનાં આરોગ્ય સાથે ચેડાં કરવાં નહીં.
દોસાંજે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં ખુલ્લેઆમ આલ્કોહોલ, ડ્રગ્સ અને હિંસાને પ્રમોટ કરતાં ગીતો ગાયાં હતાં. તેલંગાણા સરકારના વિભાગે તેનો પણ ઉલ્લેખ કરીને નોટિસમાં કહ્યું હતું કે, આ પ્રકારની હરકત સાઈબરાબાદના લાઈવ કોન્સર્ટમાં ચલાવી લેવાશે નહીં. Gujaratમાં તો દારૂબંધી છે ત્યારે દોસાંજ સ્ટેજ પરથી આલ્કોહોલ, ડ્રગ્સને પ્રમોટ કરતાં ગીતો ના ગાય તેની વિશેષ કાળજી લેવાની હોય પણ તેના બદલે રાજ્ય સરકાર સાવ ચૂપ છે.