Gujarat: હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવે વિવિધ વિભાગના નોડલ અધિકારી, કલેકટર તેમજ મ્યુનિ.કમિશનરીને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.

સંભવિત જોખમને જોતાં આગોતરી તૈયારીઓ કર્મચારીઓને હેડ ક્વાર્ટર્સ પર હાજર રહેવા સૂચના

ગાંધીનગરમાં આયોજિત બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન Gujarat માં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે વિસ્તૃત માહિતી | આપવામાં આવી હતી. જેના આધારે | વિવિધ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી | તમામ આગોતરી તૈયારીઓ કરવા સૂચના | અપાઇ છે. સાથે જ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા | વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને | હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા આદેશ અપાયો છે.

રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાને રાખી લોકો જ્યાં મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના છે તે સ્થળોએ ભારે વરસાદથી કોઇ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા જણાવાયુ છે. વધુમાં, તમામ પ્રભારી સચિવો ને પણ જરૂર જણાયે પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લામાં હાજર રહી વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા સૂચિત કરાયા હતાં