Gujarat: ચીનમાં HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ છે. બેંગલોરમાં HMPV વાયરસનો કેસ નોંધાયો છે. 8 મહિનાની બાળકી HMPV વાયરસ પોઝિટિવ સાંપડી છે. ત્યારે નવા વાયરસ HMPV ને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ છે. ગુજરાતના આરોગ્ય વિભાગે નવા વાયરસને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં નાગરિકોએ શું કરવું, શું ન કરવું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જણાવાયું છે. જેથી આ વાયરસનો પ્રકોપ ભારતમાં પ્રવેશતા અટકાવી શકાય.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નવા વાયરસની એન્ટ્રી વચ્ચે શુ કરવું અને શું ન કરવું તેને લઈને આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી. લક્ષણો જણાય તો ડોક્ટરો નો સપર્ક કરવા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે. તેમજ જણાવ્યું છે ગુજરાતમાં તબક્કે એક પણ કેસ નોંધાયેલ ન હોવાનો આરોગ્ય વિભાગનો દાવો કર્યો છે. તો બીજી તરફ, ભારતમાં આ કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભારતના સ્વાસ્થય વિભાગે કહ્યું કે, અમે અમારી લેબમાં ટેસ્ટ નથી કર્યો. ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં કેસ સામે આવ્યો છે.

ગુજરાત આરોગ્ય વિભાગે ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે, ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસ (HMPV) ના પ્રકોપે કહેર મચાવ્યો છે. ત્યારે DGHS, NCDC, MoH&FW અને ભારત સરકારશ્રી દ્વારા તા.૦૩/૦૧/૨૦૨૫ ના રોજ નિવેદન આપવામાં આવેલ છે કે મેટાન્યુમોવાઈસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે. જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.

-HMPV વાઈરસ સામાન્ય રીતે ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે
-આ ઉપરાંત, આ વાઈરસથી સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી અથવા હાથ મિલાવાથી પણ તે ઝડપથી ફેલાય છે
-ચેપ લાગ્યાના 5 દિવસની અંદર તેના લક્ષણો દેખાવા લાગે છે. નિષ્ણાતો કહે છે કે આ વાઈરસ હંમેશા હાજર હોય છે, પરંતુ તે ઠંડા હવામાનમાં વધુ સક્રિય બને છે. લોકોમાં તે ઝડપી ફેલાય છે
-ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરો, કારણ કે તે ઉધરસ અને શરદી દ્વારા એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે
-સંક્રમિત વ્યક્તિ સાથે હાથ મિલાવશો નહીં અને ઘરે આવ્યા પછી હાથને સારી રીતે સાફ કરો
-ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ દવા ન લો
-ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો, કારણ કે અહીં ચેપ ઝડપથી ફેલાય છે