Gopal italiaએ આજ સવારે જ માંગણી કરેલ હતી કે ગુજરાતના તમામ કર્મચારીઓની ડિજિટલ સ્વરુપમાં સેન્ટ્રલાઈઝ્ડ માહિતી સરકાર પાસે હોવી જોઈએ.

Gopal italiaએ નવ વર્ષ પહેલા રાજીનામું આપ્યું હોવા છતાં નવ વર્ષ બાદ તેનું હેડ કોન્સ્ટેબલ પ્રમોશન યાદીમાં નામ આવતા છેલ્લાં બે દિવસથી સરકારની નબળી કામગીરી, લાલીયાવાડી અને નબળાઈ ઉપર સોશિયલ મીડિયામાં ખુબ જ ટીકાઓ થઈ હતી.

ગોપાલ ઈટાલીયાને હેડ કોન્સ્ટેબલ પ્રમોશનની ઘટના પરથી એક વાત બહાર આવી કે, ગુજરાત સરકાર પાસે સમગ્ર ગુજરાતના સરકારી કર્મચારી અને અધિકારીઓની કોઈ સેન્ટ્રલાઈઝ ડિજીટલ માહિતી છે નહીં.

જો સરકાર પાસે ગુજરાતના તમામ કર્મચારીઓની સેન્ટ્રલાઈઝ માહિતી ન હોય તો અનેક ભૂતિયા કર્મચારીઓ તેમજ સરકારી અસ્તિત્વમાં આવી શકે છે. આ સિવાય સરકારી કર્મચારીઓની ડિજિટલ માહિતીની સિસ્ટમ ન હોવાના કારણે નકલી અધિકારીઓની ભરમાર લાગી છે.

ગોપાલ ઈટાલીયાએ ઉઠાવેલા અવાજના કારણે અચાનક ઊંઘમાંથી જાગેલી ભાજપ સરકારે એક મોટો નિર્ણય લેવો પડ્યો છે.

ગુજરાત સરકારે આજરોજ એક પરિપત્ર બહાર પાડીને ગુજરાતના તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓની “કર્મયોગી” નામની સરકારી એપ્લિકેશન ઉપર નોંધણી કરવાની જાહેરાત કરી છે.

“કર્મયોગી” એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના તમામ વિભાગમાં ફરજ બજાવતા તમામ પ્રકરણ હોદ્દાના અધિકારીઓ અને કર્મચારીઓની એક સેન્ટ્રલાઈઝ્ડ ડિજીટલ જાણકારી ઉપલબ્ધ થઈ રહેશે અને ભવિષ્યમાં ભૂતિયા કે નકલી કર્મચારીઓની સમસ્યા રોકી શકાય.

આમ, ગોપાલ ઈટાલીયાને મળેલા હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશનના કારણે ભાજપ સરકારે ખૂબ મોડે મોડે પણ એક મહત્વનો નિર્ણય લેવો પડ્યો છે.