Gujarat: ગુજરાતીઓને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા CNG ગેસના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. CNG ગેસમાં 1.50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવેથી પ્રતિ કિલો ગેસનો નવો ભાવ 77.76 રુપિયા ચૂકવવો પડશે અને આ ભાવ વધારો આજથી જ લાગુ પડશે.

નોંધનીય છે કે હવે ગુજરાત ગેસેને CNGના ભાવમાં કરેલો વધારો આજે 1 ડિસેમ્બરથી સમગ્ર જગ્યા પર લાગુ પડી જશે. ત્યારે નવા ભાવ મુજબ હવેથી ગુજરાતમાં 1 કિલો CNGના 77.76 રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, જોકે, દેશના અન્ય રાજ્યો કરતા આ ભાવ વધારા પછી પણ ગુજરાતમાં સીએનજીનો ભાવ ઓછો છે.