Gujarat: મધ્યમ વર્ગ પણ લસણના ભાવ સાંભળીને ખરીદી ટાળે છે. અથવા ખૂબ જ કરકસરપૂર્વક લસણનો ઉપયોગ કરે છે. આ અંગે ડુમરા ના પૂજાબેન જણાવ્યું હતું કે, રસોડાનું બજેટ દિવસે નેદિવસે ખોરવાઈ રહ્યું છે. અને ગૃહિણીઓએ લસણની ખરીદી કરવી પણ મુશ્કેલ બની રહી છે. ચટણી બનાવવા માટે અને શાકમાં નાખવા માટે લસણનો ઉપયોગ ખૂબ જ કરકસરપૂર્વક કરવામાં આવી રહ્યો છે.

Gujarat: ભાવ પ્રતિ ૨૦ કિલોએ ૪૫૦૦થી ૫૫૦૦ : વીતેલાં વર્ષમાં લસણના પોષણક્ષમ ભાવો નહીં મળવાના કારણે ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા

શ્રમજીવી વર્ગ રોટલા અને લસણ અને લાલ મરચાની ચટણીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે.પણ હવે છૂટક બજારમાં લસણ ૪૦૦ પાર થઈ ગયું હોવાથી લસણ ખરીદવું પરવડે તેમ નથી. અન્ય શાકભાજીના ભાવ અને કઠોળના ભાવમાં પણ વધારો થયો હોવાથી હવે શું ખરીદવું અને શું ન ખરીઠવું એ સમજાતું નથી.

પ્રફુલાબેને જણાવ્યું મોંઘવારી દિવસેને દિવસે વર્ષો રહી છે. એક સાંધો ત્યાં તેર તુટે જેવી પરિસ્થતિ સર્જાઈ રહી છે. આમ છતાં પેટનો ખાડો પૂરવા માટે અન્ય ખર્ચમાં કાપકૂપ કરીને પણ ઘરનું રસોડુ તો ચાલુ જ રાખવું /પડશે ને! ભાવ ગમે એટલા વર્ષે પણ ખાધા વિના તો નહિ દ ચાલે ને! છેલ્લા બાર મહિનાથી તેલ ગોળ, ખાંડ, અનાજ, કઠોળ દૂધ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ધરખમ વધારો થતાં મહિનાના અંતે મધ્યમ વર્ગના નવડા પણ મળતા નથી. શાકભાજીનો છૂટક વેપાર કરતા કોઠારાના પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં લસણનો ભાવ પ્રતિ ૨૦ કિલોએ ૪૫૦૦થી ૫૫૦૦ રૂપિયા જેટલો પહોંચી ગયો છે.જેથી છૂટક બજારમાં ૪૦૦ રૂપિયા સુધીના ભાવે વેચાણ થઈ રહ્યું છે.

શાકભાજી બજારોમાં લસણના ભાવો આસમાને પહોંચતા લસણ ખરીદી ખુબ જ ઓછી થતાં ખપ પૂરતું જ લસણ મંગાવવામાં આવે છે. વધુમાં જણાવ્યું હતું કે, વીતેલા વર્ષમાં લસણ ના પાષણક્ષણ ભાવો ન મળવાના કારણે ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે જે લસણના ભાવ વધારા પાછળનું મૂળ કારણ હોવાનું શાકભાજીના વેપારીઓ જણાવી રહ્યા છે.